એકડો આવડ્યો - Ekaḍo Avaḍyo - Lyrics

એકડો આવડ્યો

(માંડવામાં ગાવાનું ફટાણું)

એકડો આવડ્યો, બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ
પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!

એકડો આવડ્યો, બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ
પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!

લંડન ફર્યાં, પેરિસ ફર્યાં
દુબઈ ફર્યાં સહી
ફરી ફરીને ખૂબ ફર્યાં પણ
ફરતાં આવડ્યું નહિ!
જમાઈ તને ફરતા આવડ્યું નહિ!
જમાઈ તને ફરતા આવડ્યું નહિ!

ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું
દેશી ખાધું સહી
ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ
ખાતાં આવડ્યું નહિ
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ!
જમાઈ તને ખાતાં આવડ્યું નહિ!

બૂટ પહેર્યાં, ચંપલ પહેર્યાં
સેન્ડલ પહેર્યાં સહી
પહેરી પહેરીને ખૂબ પહેર્યાં પણ
ચાલતાં આવડ્યું નહિ
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ!
જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ!

એકડો આવડ્યો, બગડો આવડ્યો
ત્રગડો આવડ્યો સહી
ભણી ગણીને ખૂબ ભણ્યાં પણ
પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!
જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ!


Ekaḍo Avaḍyo

(mānḍavāmān gāvānun faṭāṇun)

Ekaḍo āvaḍyo, bagaḍo āvaḍyo
Tragaḍo āvaḍyo sahī
Bhaṇī gaṇīne khūb bhaṇyān paṇa
Pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi!

Ekaḍo āvaḍyo, bagaḍo āvaḍyo
Tragaḍo āvaḍyo sahī
Bhaṇī gaṇīne khūb bhaṇyān paṇa
Pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi!

Lanḍan faryān, peris faryān
Dubaī faryān sahī
Farī farīne khūb faryān paṇa
Faratān āvaḍyun nahi! Jamāī tane faratā āvaḍyun nahi! Jamāī tane faratā āvaḍyun nahi!

Chāīnīz khādhun, panjābī khādhun
Deshī khādhun sahī
Khāī khāīne khūb khādhun paṇa
Khātān āvaḍyun nahi
Jamāī tane khātān āvaḍyun nahi! Jamāī tane khātān āvaḍyun nahi!

Būṭ paheryān, chanpal paheryān
Senḍal paheryān sahī
Paherī paherīne khūb paheryān paṇa
Chālatān āvaḍyun nahi
Jamāī tane chālatān āvaḍyun nahi! Jamāī tane chālatān āvaḍyun nahi!

Ekaḍo āvaḍyo, bagaḍo āvaḍyo
Tragaḍo āvaḍyo sahī
Bhaṇī gaṇīne khūb bhaṇyān paṇa
Pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi! Jamāī tārā pānchaḍāno patto nahi!

Source: Mavjibhai