એક્વેરિયમમાં તરે છે માછલી - Ekveriyamaman Tare Chhe Machhali - Lyrics

એક્વેરિયમમાં તરે છે માછલી

એક્વેરિયમમાં તરે છે માછલી
ન જિંદગી સ્મરે છે પાછલી?
અહીં પ્રકાશ
કિંતુ સૂર્યનો નહીં, ‘નિયોન’ પાશ
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ
નેત્રરાંકડી છતાં ય પુચ્છ વાંકડી
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની
નઠોર, જૂઠ સૃષ્ટિ આ ન સાચની
વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાં ય પહોંચવું
સદા ય વેગમાં જ પંથ કાપવા
ન થોભવું, ન શોચવું
મનુષ્ય
(કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે)
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!
કને જ આ કલા ભણી
અગમ્ય શી ગણી
તરે છે માછલી
ન જિંદગી સ્મરે છે પાછલી!

-નિરંજન ભગત


Ekveriyamaman Tare Chhe Machhali

Ekveriyamaman tare chhe machhali
n jindagi smare chhe pachhali?
ahin prakasha
kintu suryano nahin, ‘niyona’ pasha
ne samudranun j jala
parantu ahin taranganun n bala
netrarankadi chhatan ya puchchha vankadi
n janati ke srushti sankadi
ahin kathora, kankaret kachani
nathora, juth srushti a n sachani
ventaventaman j gau gau mapava
ane n kyan ya pahonchavun
sad ya vegaman j pantha kapava
n thobhavun, n shochavun
manushya
(kach par hun saman ghanan ahin fare)
n koi jemanan pradarshano bhare!
kane j a kal bhani
agamya shi gani
tare chhe machhali
n jindagi smare chhe pachhali!

-niranjan bhagata

Source: Mavjibhai