એવું કૈં કરીએ કે - Evun Kain Karie Ke - Lyrics

એવું કૈં કરીએ કે

એવું કૈં કરીએ કે આપણ એક બીજાને ગમીએ!
હાથ હાથમાં આપી સાથે હૈયું પણ સેરવીએ,

ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ!
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ!
એવું કૈં કરીએ કે આપણ એક બીજાને ગમીએ!

-રમેશ પારેખ


Evun Kain Karie Ke

Evun kain karie ke apan ek bijane gamie!
Hath hathaman api sathe haiyun pan seravie,

Bhulachukane bhatigal rangoliman feravie!
Sha mate radhiyali rate ekal ekal bhamie?

Daz chade evi ke apan e bhane pan malie
Gofanaman chando ghali hun fekun tare faliye

Samesami tali dai dai rasabas rase ramie!
Evun kain karie ke apan ek bijane gamie!

-Ramesh Parekha

સ્વરઃ રમેશ પારેખ & ઉદયન મારુ
Source: Mavjibhai