એવું તો ભઈ બન્યા કરે
એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.
ફૂલ અકારણ કાંટો થાય
ભઈ,
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય?
મળિયો મારગ તજી જવાય?
એવુંયે અહીં બન્યા કરે
પહાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો
કાંટા પર પણ ઋજુ ફરકતી
રમે આપણી આંખો
ભલે
ન પળ એ રહ્યા કરાય!
ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય?
એવું તો અહીં બન્યા કરે
કે –
એવુંયે ભઈ, બન્યા કરે
કે –
-હસિત બૂચ
Evun to Bhai Banya Kare
Evun to bhai, banya kare
ke
saral marage pahad achanak ubho thaya.
ful akaran kanto thaya
bhai,
tethi kani
hatun fula, nhotun kahevaya?
maliyo marag taji javaya?
evunye ahin banya kare
pahad padya rahe, pagane fute pankho
kanṭa par pan hruju farakati
rame apani ankho
bhale
n pal e rahya karaya!
bhale
viral e;
vitath kem ene kahevaya?
evun to ahin banya kare
ke –
evunye bhai, banya kare
ke –
-hasit bucha
Source: Mavjibhai