ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે! - Ful Vina, Sakhe! Ful Vina, Sakhe! - Lyrics

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!

ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!
હજુ તો ફૂટતું જ પ્રભાત સખે!
અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.

સુમહોજ્જ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;
ન વિલમ્બ ઘટે, કંઈ કાળ જતે,
રવિ યે પણ અસ્ત થવા ઢળશે,

નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે!
ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!
હજુ તો ફૂટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાળની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!

ફુલ વીણ, સખે! તક જાય, સખે!
ઢળતી થઈ તો ઢળતી જ થશે,
રજની મહીં ચન્દ્ર ઊગે ન ઊગે;
હજુ દિવસ છે, ફૂલડાં લઈ લે;

ફરી લે, રમી લે, હસી લે તું સખે!
મૃગલાં રમતાં, તરુઓ લડતાં,
તરુઓ લડતાં, વિહગો ઊડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતાં;

ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઊગતો રવિ જોઈ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!
(૨૬-૮-૧૮૯૬)

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ ‘કલાપી’


Ful Vina, Sakhe! Ful Vina, Sakhe!

Ful vina, sakhe! ful vina, sakhe! Haju to fuṭatun j prabhat sakhe! Adhun kali je vikasi rahi chhe,
Ghadi be ghadiman marati disashe.

Sumahojjval a kirano ravinan,
Prasare haju to nabh ghummaṭaman;
N vilamba ghate, kani kal jate,
Ravi ye pan asṭa thav dhalashe,

Namatan shir sau kusumo karashe,
Pachhi gandha parag nahin malashe! Ful vina, sakhe! ful vina, sakhe! Haju to fuṭatun j prabhat sakhe!

Naki uttam agrim kal sakhe! Bhar yauvan a haju rakṭa sakhe! Gati kalani chokkas nhoya sakhe! Bharati pachhi ot j hoya sakhe!

Ful vina, sakhe! tak jaya, sakhe! Dhalati thai to dhalati j thashe,
Rajani mahin chandra uge n uge;
Haju divas chhe, fuladan lai le;

Fari le, rami le, hasi le tun sakhe! Mrugalan ramatan, taruo ladatan,
Taruo ladatan, vihago udatan,
Kalie kalie bhramaro bhramatan;

Zaranun prati harsha bharyun kudatun,
Ugato ravi joi n shun hasatun?
Pachhi kem vimasi rahyo tun sakhe! Ful vina, sakhe! ful vina, sakhe!
(26-8-1896)

-Surasinhaji Takhtasinhaji Gohil ‘Kalapi’

સ્વરઃ નેહા મહેતાના
Source: Mavjibhai