ફૂલના રસથી
ફૂલના રસથી પ્યાલા ભરિયે આવો જરા મન હળવું કરીયે
જ્યાં ડૂબે છે ભયથી દુનિયા ત્યાં તરવાની ગમ્મત કરીયે
દુઃખની યાદી જનમો લાંબી બહેતર છે ખુદને જ વીસરિયે
કેમ ઝૂકે ના પ્રેમનું પલ્લું દિલને બદલે માથું ધરિયે
વહાલા પણ વેરી થઈ બેઠાં દિલને થોડું કાઠું કરીયે
કોઈની રૂખસદ ટાણે મનવા આંસુ લઈ આડે ન ઊતરિયે
લાડ લડાવ્યાં ઈશને વરસો કોક દિવસ તો શૂન્યને સ્મરિયે
ફૂલના રસથી પ્યાલા ભરિયે આવો જરા મન હળવું કરીયે
-‘શૂન્ય’ પાલનપુરી
Fulan Rasathi
Fulan rasathi pyal bhariye avo jar man halavun kariye
Jyan dube chhe bhayathi duniya tyan taravani gammat kariye
Duahkhani yadi janamo lanbi bahetar chhe khudane j visariye
Kem zuke n premanun pallun dilane badale mathun dhariye
Vahal pan veri thai bethan dilane thodun kathun kariye
Koini rukhasad tane manav ansu lai ade n utariye
Lad ladavyan ishane varaso kok divas to shunyane smariye
Fulan rasathi pyal bhariye avo jar man halavun kariye
-‘shunya’ palanapuri
Source: Mavjibhai