ગાડા નીચે કૂતરું - Gada niche kutarun - Bed Time Storyએક કૂતરો હતો. એક દિવસ તે એક ગાડા તળે ચાલ્યો આવતો હતો. ચાલતાં ચાલતાં તેને એવો ભ્રમ પેદા થયો કે આ આખા ગાડાનો ભાર મારા પર આવી ગયો છે. આથી ગાડું ધીમું ચાલે તો પોતે ધીમો ચાલે; જો તે ઉતાવળું ચાલે કે અટકે તો તે પણ ઉતાવળો ચાલે કે અટકે. તેને તો એમ જ થઈ ગયું હતું કે કે મારા વિના આ ગાડું ચાલશે જ નહિ. એ બિચારો કૂતરો ક્યાંક ગાડાના પૈડાં નીચે આવી જશે, તો કચરાઈ જશે એમ ધારી તે ગાડું હાંકનારે તેને ગાડા તળેથી હાંકી મૂક્યો.કૂતરો - ભાઈ, તું મને હાંકી મૂકે છે, પણ પછી તારું ગાડું કોણ ખેંચી જશે ?ગાડું હાંકનારો - શું ! તું ગાડું ખેંચે છે કે ? મારું ગાડું તો મારા બળદ ખેંચી જાય છે; તેમાં તારે શું ? નીકળી જા બહાર, નહિતર ક્યાંક ચગદાઈ મરીશ. કામ બીજા કરે, છતાં બધું કામ હું પોતે કરું છું, અને મારા વિના તે કામ અટકી પડશે એમ માની લેવું એ પણ એક નવાઈની વાત જ છે !