ઘડીયાળ મારું નાનું - Gadiyad Maru Nanu - Gujarati Rhymes Lyrics

ઘડીયાળ મારું નાનું એ ચાલે છાનુંમાનું
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

એને માથે પાંખ પણ ચાલે ઝટપટ,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

ખાવાનું નહીં ભાવે પણ ચાવી આપ્યે ચાલે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

અંધારે અજવાળે સૌના વાતકને સંભાળે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

દિવસ રાત એ ચાલે પણ થાક નહીં લાગે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

કટ કટ કરતું બોલે જરાય નહીં થોભે,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !

ઘડીયાળ મારું નાનું ને ચાલે છાનુંમાનું,
એ તો કેવી નવાઈ જેવી વાત છે !


Ghaḍīyāḷ mārun nānun e chāle chhānunmānun
E to kevī navāī jevī vāt chhe !

Ene māthe pānkha paṇ chāle zaṭapaṭa,
E to kevī navāī jevī vāt chhe !

Khāvānun nahīn bhāve paṇ chāvī āpye chāle,
E to kevī navāī jevī vāt chhe !

Andhāre ajavāḷe saunā vātakane sanbhāḷe,
E to kevī navāī jevī vāt chhe !

Divas rāt e chāle paṇ thāk nahīn lāge,
E to kevī navāī jevī vāt chhe !

Kaṭ kaṭ karatun bole jarāya nahīn thobhe,
E to kevī navāī jevī vāt chhe !

Ghaḍīyāḷ mārun nānun ne chāle chhānunmānun,
E to kevī navāī jevī vāt chhe !