નમો ગણેશ દેવ નમો હનુમ્નતા બંને દેવોમાં કોણ બળવંતા
ગણપતિ કહે મારે ઉગમણા ઓરડા.
હનુમાન કહે મારે ઓટલાને જાળી… બંને દેવો૦
ગણપતિ કહે મને સીંધુર ચડે છે
હનુમાન કહે મને તેલ ચઢે છે… બંને દેવો૦
ગણપતિ કહે મારે ફુલજાની માળા.
હનુમાન કહે મારે આકડા ની માળા… બંને દેવો૦
ગણપતિ કહે મારે જનોઇ જોટા
હનુમાન કહે મારે ફૂલડા ગોટા… બંને દેવો૦
ગણપતિ કહે મારે મોતઇયા લાડું
હનુમાન કહે મારે લેવઇયા લાડુ… બંને દેવો૦
ગણપતિ કહે મારે શુદ્ધ બુદ્ધ નારી
હનુમાન કહે હું બાળબ્રહ્મચારી… બંને દેવો૦
ગણપતિ કહે મેતો સૂર્ય રથ વાળ્યો
હનુમાન કહે મે તો લંકા ગઢ બાળ્યો… બંને દેવો૦
કહે કાંઇ ન જાણુ. બંને દેવોમાં હું કોને વખાણું. બંને દેવો બંને બળવંતા
Ganpati No Garbo
Namo ganesh dev namo hanumnat banne devoman kon balavanṭa
Ganapati kahe mare ugaman orada.
Hanuman kahe mare oṭalane jali… Banne devo0
Ganapati kahe mane sindhur chade chhe
Hanuman kahe mane tel chadhe chhe… Banne devo0
Ganapati kahe mare fulajani mala. Hanuman kahe mare akad ni mala… Banne devo0
Ganapati kahe mare janoi jot
Hanuman kahe mare fulad gota… Banne devo0
Ganapati kahe mare motaiya ladun
Hanuman kahe mare levaiya ladu… Banne devo0
Ganapati kahe mare shuddha buddha nari
Hanuman kahe hun balabrahmachari… Banne devo0
Ganapati kahe meto surya rath valyo
Hanuman kahe me to lanka gadh balyo… Banne devo0
Kahe kani n janu. Banne devoman hun kone vakhanun. Banne devo banne balavanta
Divya Publication. (2020). કિર્તન સાગર