ગરબો ઘુમતો જાય - Garbo Ghumto Jai - Gujarati & English Lyrics

ગરબો ઘુમતો જાય , આજ માનો ગરબો ઘુમતો જાય,
ઘુમતો ઘુમતો જાય, આજ માનો ગરબો ઘુમતો જાય,

પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા,
લળી, લળી,ગરબા ગાય, આજ માનો ગરબો ઘુમતો જાય,

બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા,
સાથે છે સાખીઓ નો સાથ, આજ માનો ગરબો ઘુમતો જાય,

ત્રણ ભુવન માં ગરબા ને જોતા,
દેવો હૈયે હરખાય , આજ માનો ગરબો ઘુમતો જાય ,

ગરબા ને જોતા બાળકડા આજે,
ગાંડા ઘેલા થઈ જાય, આજ માનો ગરબો ઘૂમતો જાય,

ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર,
અંબેમાં ફરી ફરી ગાય , આજ માનો ગરબો ઘૂમતો જાય ,

કેશવ ભવાની માં દ્વારે પધાર્યા,
અભાગી ગુણલા ગાય , આજ માનો ગરબો ઘૂમતો જાય ,

ગરબો ઘુમતો જાય, આજ માનો ગરબો ઘુમતો જાય

Garbo Ghumto Jai

Garabo ghumato jaya , aj mano garabo ghumato jaya,
Ghumato ghumato jaya, aj mano garabo ghumato jaya,

Pahele te garabe anbeman nisarya,
Lali, lali,garab gaya, aj mano garabo ghumato jaya,

Bije te garabe bahucharaman nisarya,
Sathe chhe sakhio no satha, aj mano garabo ghumato jaya,

Tran bhuvan man garab ne jota,
Devo haiye harakhaya , aj mano garabo ghumato jaya ,

Garab ne jot balakad aje,
Ganda ghel thai jaya, aj mano garabo ghumato jaya,

Garab ne divade suraj ne chandra,
Anbeman fari fari gaya , aj mano garabo ghumato jaya ,

Keshav bhavani man dvare padharya,
Abhagi gunal gaya , aj mano garabo ghumato jaya ,

Garabo ghumato jaya, aj mano garabo ghumato jaya