ગાય લાવોને મારી ગોતી - Gay Lavone Mari Goti - Gujarati & English Lyrics

ગાય લાવોને મારી ગોતી
હો વ્રજવાસી ગોવાળિયા, ગાય લાવોને મારી .

વ્રજના ગોવાળે તમને ભળાવી.
એ… કેમ કહો છો ગાય નો’તી … હો… વ્રજ…

અહીં જ બેસતી અહીં જ ઊઠતી
એ… કેમ કહો છો ગાય નો’તી … હો… વ્રજ…

સોના શીંગડીએ રૂપલાની ખરીએ
એ… હીરલાની મોરીએ ગાય હોતી … હો… વ્રજ… વિ

આંખે છે આંજણી મોઢે છે મુંજની,
એ… હૈયા સામાન ગાય હોતી, … હો… વ્રજ…

હાથમાં છે ચુડલોને પગમાં છે દોણિયું,
એ… લાડે કોડે ગાય દોતી, … હો… વ્રજ…

ગોકુળ જોયું વૃંદાવન જોયું,
એ… જમના કિનારે ગાય હોતી, … હો… વ્રજ…

ભલો મળ્યો તો મેતા નરસૈનો સ્વામી
એ… ગાય દીઘી છે મારી ગોતી, … હો… વ્રજ…

Gay Lavone Mari Goti

Gaya lavone mari goti
Ho vrajavasi govaliya, gaya lavone mari .

Vrajan govale tamane bhalavi.
E… Kem kaho chho gaya no’ti … Ho… Vraja…

Ahin j besati ahin j uṭhati
E… Kem kaho chho gaya no’ti … Ho… Vraja…

Son shingadie rupalani kharie
E… Hiralani morie gaya hoti … Ho… Vraja… Vi

Ankhe chhe anjani modhe chhe munjani,
E… Haiya saman gaya hoti, … Ho… Vraja…

Hathaman chhe chudalone pagaman chhe doniyun,
E… Lade kode gaya doti, … Ho… Vraja…

Gokul joyun vrundavan joyun,
E… Jaman kinare gaya hoti, … Ho… Vraja…

Bhalo malyo to met narasaino swami
E… Gaya dighi chhe mari goti, … Ho… Vraja…