ગાયુના ગોવાળીયા
ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો,
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે ,
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો,
ગાયુ ના ગોવાળીયા…
ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા,
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો ,
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે,
ગાયુ ના ગોવાળીયા…
ગોરલ રે ગાવળીના દુધ અમે ત્રાહળીયુ મા પીધા રે,
એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો ,
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે,
ગાયુ ના ગોવાળીયા…
Gayuna Govaliya
Gāyunā govāḷīyā jaṭ gāyu laīne āvajo,
E nā vāchharu e bhābhare ne valakhā māre re ,
Bharavāḷīyā jaṭ gāyu laī ne āvajo,
Gāyu nā govāḷīyā…
Gāyunā dujāṇe nehaḷe dīvā re jabukatā,
E re gāyane bhukhī re laī ne āvu to ,
Bharavāraṇ mune māro ṭhākar ṭhapako āpase,
Gāyu nā govāḷīyā…
Goral re gāvaḷīnā dudh ame trāhaḷīyu mā pīdhā re,
Enā re vāchharu ne bhukhyā rākhu to ,
Bharavāraṇ mune māro ṭhākar ṭhapako dese re,
Gāyu nā govāḷīyā…