ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ નવ ખાય!
મારા તે ઘરમાં સસરોજી એવા
હાલતાં જાય ચાલતાં જાય
લાપસીનો કોળિયો ભરતાં જાય!
મારા તે ઘરમાં નણંદબા એવા
નાચતાં જાય કૂદતાં જાય
રાંધી રસોઈ ચાખતાં જાય!
મારા તે ઘરમાં દિયરજી એવા
રમતાં જાય કૂદતાં જાય
મારું ઉપરાણું લેતાં જાય!
મારા તે ઘરમાં સાસુજી એવાં
વાળતાં જાય બેસતાં જાય
ઊઠતાં બેસતાં ભાંડતાં જાય!
મારા તે ઘરમાં પરણ્યાજી એવા
હરતાં જાય ફરતાં જાય
માથામાં ટપલી મારતાં જાય!
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ નવ ખાય!
Ghanma Re Ghanṭī Ghanma Ghanma Thāya
Ghanma re ghanṭī ghanma ghanma thāya
Zīṇun daḷun to ūḍī ūḍī jāya
jāḍun daḷun to koī nav khāya!
Mārā te gharamān sasarojī evā
Hālatān jāya chālatān jāya
lāpasīno koḷiyo bharatān jāya!
Mārā te gharamān naṇandabā evā
Nāchatān jāya kūdatān jāya
rāndhī rasoī chākhatān jāya!
Mārā te gharamān diyarajī evā
Ramatān jāya kūdatān jāya
mārun uparāṇun letān jāya!
Mārā te gharamān sāsujī evān
Vāḷatān jāya besatān jāya
ūṭhatān besatān bhānḍatān jāya!
Mārā te gharamān paraṇyājī evā
Haratān jāya faratān jāya
māthāmān ṭapalī māratān jāya!
Ghanma re ghanṭī ghanma ghanma thāya
Zīṇun daḷun to ūḍī ūḍī jāya
jāḍun daḷun to koī nav khāya!
Source: Mavjibhai