ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે - Gheraiyā Sau ChāLo Hoḷī āvī Re - Lyrics

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ફાગણ આયો રંગ ભરીને
ચાંદ પૂનમનો ચમક્યો
ઢોલિડાનો ઢોલ ઘેરો
ઢમઢમ ઢમઢમ ઢમક્યો

ગીતો ગાઓ નાચો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ખજૂર, ટોપરાં, ધાણી
દાળીયા ખાતાં સૌની સંગે
અબીલ ગુલાલ ઉડાડી
રંગ્યું આભ નવ નવ રંગે

રંગે રમવા ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે


Gheraiyā Sau ChāLo Hoḷī āvī Re

Gheraiyā sau chālo hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Fāgaṇ āyo ranga bharīne
Chānda pūnamano chamakyo
Ḍholiḍāno ḍhol ghero
Ḍhamaḍham ḍhamaḍham ḍhamakyo

Gīto gāo nācho hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Khajūra, ṭoparān, dhāṇī
Dāḷīyā khātān saunī sange
Abīl gulāl uḍāḍī
Rangyun ābh nav nav range

Range ramavā chālo hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Gheraiyā sau chālo hoḷī āvī re
Mastīmān sau mahālo hoḷī āvī re

Source: Mavjibhai