ઘોઘા ઘોઘા ઘોઘ સલામ
ઘોઘા ઘોઘા ઘોઘ સલામ
નાથીબાઈના વીર સલામ
પહેરે પટોળાં ઓઢે ચીર
છોડે બંદૂક ભાલા તીર
ગોદડિયાને ગોળી વાગી
જાય ગોદડિયો નાઠો
ટોકરીનો ટમકાર, ઘૂઘરીનો ઘમકાર
આગલો ચોકીદાર, પાછલો બંદૂકદાર
તેલ દે, ધૂપ દે
બાવાને બદામ દે
તેરા બચ્ચા જીતા રે
અડી કડી સોનાની કડી
બામણ બેઠો ડેલી પડી
ડેલીમાં તો ડોલાડોલ
માંહી વાગે જાંગી ઢોલ
જાંગી ઢોલના આંકડા
સો ઘોડા વાંકડા
એક ઘોડો ઓછો, પાઘડિયો પોચો
પાઘડી ગઈ ઊડી, ઘોડો ગયો બૂડી
Ghoghā Ghoghā Ghogh Salāma
Ghoghā ghoghā ghogh salāma
Nāthībāīnā vīr salāma
Pahere paṭoḷān oḍhe chīra
Chhoḍe bandūk bhālā tīra
Godaḍiyāne goḷī vāgī
Jāya godaḍiyo nāṭho
Ṭokarīno ṭamakāra, ghūgharīno ghamakāra
Āgalo chokīdāra, pāchhalo bandūkadāra
Tel de, dhūp de
Bāvāne badām de
Terā bachchā jītā re
Aḍī kaḍī sonānī kaḍī
Bāmaṇ beṭho ḍelī paḍī
Ḍelīmān to ḍolāḍola
Mānhī vāge jāngī ḍhola
Jāngī ḍholanā ānkaḍā
So ghoḍā vānkaḍā
Ek ghoḍo ochho, pāghaḍiyo pocho
Pāghaḍī gaī ūḍī, ghoḍo gayo būḍī
Source: Mavjibhai