ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર - Ghor Andhari Rataldi Ma Aavi Tare Dvar - Gujarati & English Lyrics

હે… અંધારી આંખોમાં દિવડો પ્રગટાવો અંબા માડી,
તું મહામાયા રાખણહારી કરજો માડી રખવાળી…
તમે કરજો માડી રખવાળી.
તું નહીં એને દૃષ્ટિ દે તો શ્રદ્ધાદીપ બુઝાશે,
આશા નહીં રહે કોઈને તુજમાં ના થાવાનું થાશે…
માડી, પછી ના થાવાનું થાશે.
હે… હું ઢોલ છેડતો ખપી જઈશ મા, તારા ચાચરચોકે,
‘માએ વાત ન માની નીજ ભક્તની’- વાતો રહી જાશે લોકે…
વાતો રહી જાશે લોકે… એવી વાતો રહી જાશે લોકે.
ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર,
મા તારા મંદિરિયાનાં ઝરુખડે તો પ્રગટ્યા દીપ અપાર;
મા હું તો આંધળી રે મારી આંખડીયુંમાં દ્યો જ્યોતિ ઝબકાર,
કર મુને દેખતી રે કે જોઈ શકું મા અંબાનો અવતાર.
ઘોર અંધારી રે…
હે છપ્પન ભોગનાં થાળ ધરું પણ આંખોમાં અંધારું,
રમતું શ્રીફળ, ચુંદડી, કંકુથી કેમ કરું પૂજન તારું ?
દેવી મને દૃષ્ટિ દો તો જોઈ શકું મા ખોડલનો શણગાર.
ઘોર અંધારી રે…
હે ખોળો પાથરી માંગુ છું મા દેવી છો દાતાર,
મારા ઝાંઝરિયામાં ઝણકાવો તમે ઝાંઝરનો ઝણકાર,
મા મહાકાળી છો ચંડિકા બહુચર દેવીનો દરબાર.
ઘોર અંધારી રે…

  • છંદ -

હે… રટન જળકળ, મુકુટ શિરધર, સિંહ શોભત અંબિકા,
ભાલ ચલકત, પાય ચલકત, ખડગ કરધર ચંડિકા,
મા રૂપ રૂડા, હાથ ચૂડા, લાલ લોચન બહુચરી,
મહાકાલકર જય (?) સર્વદા તું મહામયા ઈશ્વરી…

Ghor Andhari Rataldi Ma Aavi Tare Dvar

He… andhari ankhoman divado pragatavo anba madi,
Tun mahamaya rakhanahari karajo madi rakhavali…
Tame karajo madi rakhavali. Tun nahin ene drushti de to shraddhadip buzashe,
Ash nahin rahe koine tujaman n thavanun thashe…
Madi, pachhi n thavanun thashe. He… hun dhol chhedato khapi jaish ma, tar chacharachoke,
‘mae vat n mani nij bhaktani’- vato rahi jashe loke…
Vato rahi jashe loke… evi vato rahi jashe loke. Ghor andhari re rataladiman avi tare dvara,
M tar mandiriyanan zarukhade to pragatya dip apara;
M hun to andhali re mari ankhadiyunman dyo jyoti zabakara,
Kar mune dekhati re ke joi shakun m anbano avatara. Ghor andhari re…
He chhappan bhoganan thal dharun pan ankhoman andharun,
Ramatun shrifala, chundadi, kankuthi kem karun pujan tarun ? Devi mane drushti do to joi shakun m khodalano shanagara. Ghor andhari re…
He kholo pathari mangu chhun m devi chho datara,
Mar zanzariyaman zanakavo tame zanzarano zanakara,
M mahakali chho chandik bahuchar devino darabara. Ghor andhari re…

  • chhanda -

He… raṭan jalakala, mukut shiradhara, sinha shobhat anbika,
Bhal chalakata, paya chalakata, khadag karadhar chandika,
M rup ruda, hath chuda, lal lochan bahuchari,
Mahakalakar jaya (?) sarvad tun mahamaya ishvari…