ગોળી ફોડી - Goli Fodi - Gujaarti & English Lyrics

આજ સાંભળો જસોદા મારી ગોળી ફોડી
એ-એ ગોળી ફોડીને મહીડા નાખ્યાં ઢોળી રે, આજ …

મહીડાના માટે મારા નાખ્યા ઢોળી રે, આજ …

સોનાની ગોળી મારી રૂપલા રવાયું,
એ… હીરના તે નેતરાં નાઈખા તોડી રે
આજ…

ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા,
એ… ખીલેથી વાછરડું મેઇલા છોડી રે
આજ…

સીકેથી મહી વાલે ઉતારી લીધાં,
એ… ખાધા થોડાને વૈઇધા નાઇખા ઢોળી રે,
આજ…

સાવરે સોનાની મારી ચૂડી નંદવાણી,
એ… નવસેરો હાર મારો નાઇખો તોડી રે.
આજ…

Goli Fodi

Aj sanbhalo jasod mari goli fodi
E-e goli fodine mahid nakhyan dholi re, aj …

Mahidan mate mar nakhya dholi re, aj …

Sonani goli mari rupal ravayun,
E… Hiran te netaran naikh todi re
Aja…

Gayani gamanaman govinda santana,
E… Khilethi vachharadun meil chhodi re
Aja…

Sikethi mahi vale utari lidhan,
E… Khadh thodane vaiidh naikh dholi re,
Aja…

Savare sonani mari chudi nandavani,
E… Navasero har maro naikho todi re. Aja…

ગોળી ફોડી મારી ગોળી ફોડી, જુઓ જશોદા ગોળી ફોડી,
ગાયની ગમાંણ ગોવિંદ સંતાયા, વાછરું સર્વે મેલ્યા છોડી.

સૂતા બાળકના અંગ મરોડ્યાં, નઇયાં ને નેતરાં નાખ્યાં તોડી,
શિકેથી વ્હાલે ગોરસ ઉતાર્યાં, ખાધું નહિ ને નાખ્યાં ઢોળી.

ચાર પાંચ ગોપી ટોળે મળીને, કાનાને બાંધી દઈએ તાણી,
ચાલો જશોદા માતાને કહીએ, કાનો કનડે છે શું રે જાણી.

વલ્લભના સ્વામી પ્રભુ, આવા રસિયા ને તોફાની,
ગોળી ફોડી જાણી, જુઓ જશોદા ગોળી ફોડી.

Goli Fodi

Goli fodi mari goli fodi, juo jashod goli fodi,
Gayani gamanna govinda santaya, vachharun sarve melya chhodi.

Sut balakan anga marodyan, naiyan ne netaran nakhyan todi,
Shikethi vhale goras utaryan, khadhun nahi ne nakhyan dholi.

Char pancha gopi tole maline, kanane bandhi daie tani,
Chalo jashod matane kahie, kano kanade chhe shun re jani.

Vallabhan swami prabhu, av rasiya ne tofani,
Goli fodi jani, juo jashod goli fodi.