ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

મગજ અને હ્રદય

મગજ ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય… પણ,

હ્રદય થી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે.

ક્રોધ અને લોભ

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે… અને,

ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે…

શરૂઆત અને અંત

જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે, અને,

જીવન નો અંત બીજા ના રડવા થી થાય છે.

યાદ અને ભૂલી

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે ,

ના કરો તો લોકો યાદ રાખે છે.

માઈનસ અને પ્લસ

આપણા પોતાના માઈનસ પોઈન્ટ ની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે.

જન્મથી મરણ સુધી તમારે ઈશ્વર સાથે શતરંજ જ રમવાની છે.

ફરક માત્ર એટલો જ છે કે તમે જે ચાલો એ “ચાલ” કહેવાય છે

અને ઈશ્વર જે ચાલે છે એને તમારી “ચાલ” નું “પરિણામ” કહેવાય છે…!!!.

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યકિત ની કરો, જે તમારી બધી વાતો સમાવી લે…

ખાબોચિયા જેવા વ્યકિત ની સંગત કરશો તો સમય આવતાં જ છલકાય જશે અને વાતને કીચડ ની જેમ ફેલાવી દેશે…

નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,

પોતાના પર વિશ્વાસ કરી જોજો,

પરીણામ સારુ જ આવશે.

ખુશનશીબ એ નથી
જેનું નશીબ સારૂ છે

પરંતુ ખુશનશીબ એ છે
જે પોતાના નશીબ થી ખુશ છે

નકલી ઝવેરાત ખરીદવા માટે પણ

પૈસા તો સાચા જોઇએ.

આ જ બતાવે છે કે ખોટા ઉપર પણ

વચૅસ્વ તો સાચા નું જ છે.

આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.

કોઈમાં કંઇ ખામી દેખાય તો તેની સાથે વાત કરી લેવી…

પણ,

દરેકમાં કંઈ ને કંઈ ખામી, દેખાય તો થોડી પોતાની સાથે વાત કરી લેવી…

અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.

સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,

માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ !!

સફરની મજા લેવી હોય તો, સામાન ઓછો રાખવો અને જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો, મગજમાં વિચારો ઓછા રાખવા.

જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,

કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે

કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો !!

ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.

અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.

ધીરજ ફળ મીઠી છે. ભગવાન દર્દી અને કાર્યકરને મદદ કરશે. હંમેશા ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો.