ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

અન્ય લોકો તેમજ તમારા દિવસની શુભકામનાઓ માટે સવારના શ્રેષ્ઠ સૂત્રો વાંચો અથવા પોસ્ટ કરો. સવારની આ ટૂંકી કડી ઑ, પોસ્ટરો તમને માત્ર સારું જ નહીં, પરંતુ પ્રેરણા અને સકારાત્મકતામાં પણ મદદ કરશે.

Read or Post the best morning slogans to wish others as well as yourself a good day. These morning short lines, posters will not only make you feel good, but help with motivation and positivity too.

Gujarati Suvichar

ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, અને

નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે,

પણ , જયારે “રાહ જોવડાવે છે”…ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.

શણગાર તો શરીર ને હોય સાહેબ…

સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…

કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે…?

ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…!!

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,

જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો !!

સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.

ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.

કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,

તેને તોડીએ નહીં તો સારું કેમ કે,

પાણી ગમે તેટલું ડોળુ હોય

એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,

પણ આગ તો ઓલવી જ શકાય.

“સમય” અને “સમજણ”

નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે

કારણકે “સમય” હોય છે, ત્યારે “સમજણ” નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.

એક છાંટો ગેર-સમજણનો,
લાગણીનો આખો બગીચો બાળી નાખે છે.

જીવનમાં જે કંઈપણ મળે છે,
એ ગુમાવેલા કરતા સારું જ હોય છે.

ક્ષમા કરો, જેમણે ગઈકાલે તમને દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ તેમને ભૂલશો નહીં જેઓ દરરોજ તમારી સંભાળ રાખે છે.

ઈર્ષ્યા નો અર્થ…

ઈર્ષ્યા નો સીધો મતલબ એ જ છે કે આપણે સામે વાળી વ્યક્તિને આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી છે…

સમય, શક્તિ, પૈસા અને શરીર જીવનમાં દરેક વખતે સાથ ન આપી શકે.
પરંતુ, સારો સ્વભાવ, સારી સમજણ, આધ્યાત્મિક માર્ગ અને સાચી ભાવના જીવનમાં હંમેશા સહકાર આપશે.

જ્યાં સુધી એક-બીજા ને મદદ કરશે,
ત્યાં સુધી કોઈ પડતું નથી

તે ધંધો હોય, પરિવાર હોય કે સમાજ!

જે સ્વભાવે હળવા હોય એને જ મન થાય મળવાનું… આને જ કહેવાય “હળવા-મળવાનું”

ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે, વિચારો તો બધી વાત નું કારણ મળી જશે, જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીગર થી જીવો તો જલસા પડી જશે.!!

થોડા મોટા અને સમજદાર થઈ જુઓ,

શોખ, આદત અને જિંદગી બધું બદલાય જાય છે…

શરીર સુંદર હોય કે ના હોય
પણ
શબ્દો હંમેશા સુંદર રાખવા

કારણ કે,

લોકો ચહેરો ભૂલી જશે
પણ,

તમારા શબ્દો નહીં ભુલે…!!

લોકો તમને બદલવા મજબૂર કરશે

અને,

જ્યારે તમે બદલાઇ જશો ત્યારે ફરિયાદ કરશે …

દરેક વખતે મનને મનાવવું,
એ જિંદગી જીવી કહેવાય,

ક્યારેક મન નું પણ માનવું…
એ જિંદગી માણી કહેવાય…

નિતિ વગરનુ જીવણને, આચરણવિનાની વાણીને, કીકી વિણાની આખ એ સવૅ નકામાછે

સોના સાથે કબીર અને કાગ સાથે હંસની સરખામણી ન થઇ શકે

જેનુ જગતમો કોઇ નથી તેનો પ્રભુછે

જ્યા પ્રેમ નથી ત્યા જવુ સારુ નથી

વ્યવહાર શુધ્ધિ વડેજ સત્યનો ઉદય થાય છે

વેર ઝેર જ્યાછે ત્યા ઇસ્વરની દયા નથી

સત્ય સિવાય બીજા કશામો સુખ નથી