ગુજરાતી વાણી રાણીનો વકીલ - Gujarati Vani Ranino Vakila - Gujarati

ગુજરાતી વાણી રાણીનો વકીલ

સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુઃખ ઘણો દિલગીર દિલ છું;

હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;

કહે દલપતરામ રાજા અધિરાજા સુણો,
રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

વાણી ગુજરાતી રૂડી રાણી જાણી આજ,
હું વજીર તેનો બની કરું તેનું શુભ કાજ.


गुजराती वाणी राणीनो वकील

स्वदेश सुधारवानी सभानो छुं सभासद,
सुबोधक सज्जनोना साथमां सामील छुं;

चौटामां लुंटाणी महाराणी गुजराती वाणी,
जाणी तेनुं दुःख घणो दिलगीर दिल छुं;

हिंदी ने मराठी हाल, पामी छे प्रताप प्रौढ,
स्वदेशी शिथिल रही, ते देखी शिथिल छुं;

कहे दलपतराम राजा अधिराजा सुणो,
रुडी गुजराती वाणी राणीनो वकील छुं.

वाणी गुजराती रूडी राणी जाणी आज,
हुं वजीर तेनो बनी करुं तेनुं शुभ काज.


Gujarati Vani Ranino Vakila

Svadesh sudharavani sabhano chhun sabhasada,
Subodhak sajjanona sathaman samil chhun;

Chautaman luntani maharani gujarati vani,
Jani tenun duahkh ghano dilagir dil chhun;

Hindi ne marathi hala, pami chhe pratap praudha,
Svadeshi shithil rahi, te dekhi shithil chhun;

Kahe dalapataram raja adhiraja suno,
Rudi gujarati vani ranino vakil chhun.

Vani gujarati rudi rani jani aja,
Hun vajir teno bani karun tenun shubh kaja.


Gujarātī vāṇī rāṇīno vakīla

Svadesh sudhāravānī sabhāno chhun sabhāsada,
Subodhak sajjanonā sāthamān sāmīl chhun;

Chauṭāmān lunṭāṇī mahārāṇī gujarātī vāṇī,
Jāṇī tenun duahkh ghaṇo dilagīr dil chhun;

Hindī ne marāṭhī hāla, pāmī chhe pratāp prauḍha,
Svadeshī shithil rahī, te dekhī shithil chhun;

Kahe dalapatarām rājā adhirājā suṇo,
Ruḍī gujarātī vāṇī rāṇīno vakīl chhun.

Vāṇī gujarātī rūḍī rāṇī jāṇī āja,
Hun vajīr teno banī karun tenun shubh kāja.


Source : દલપતરામ