ગુજારે જે શિરે તારે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે
રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે
કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે
અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે
गुजारे जे शिरे तारे
गुजारे जे शिरे तारे जगतनो नाथ ते स्हेजे
गण्युं जे प्यारुं प्याराए अति प्यारुं गणी लेजे
दुनियानी जूठी वाणी विषे जो दु:ख वासे छे
जराये अंतरे आनंद ना ओछो थवा देजे
कचेरी मांही काजीनो नथी हिसाब कोडीनो
जगतकाजी बनीने तुं वहोरी ना पीडा लेजे
जगतना काचना यंत्रे खरी वस्तु नहि भासे
न सारा के नठारानी जराये संगते रहेजे
रहेजे शांति संतोषे सदाये निर्मळे चित्ते
दिले जे दु:ख के आनंद कोईने नहि कहेजे
वसे छे क्रोध वैरी चित्तमां तेने तजी देजे
घडी जाये भलाईनी महाल्रक्ष्मी गणी लेजे
रहे उन्मत्त स्वानंदे खरुं ए सुख मानी लेजे
पीए तो श्री प्रभुना प्रेमनो प्यालो भरी लेजे
कटु वाणी जो तुं सुणे वाणी मीठी तुं कहेजे
पराई मूर्खता काजे मुखे ना झेर तुं लेजे
अरे प्रारब्ध तो घेलुं रहे छे दूर मांगे तो
न मांगे दोडतुं आवे न विश्वासे कदी रहेजे
अहो शुं प्रेममां राचे? नहि त्यां सत्य तुं पामे!
अरे तुं बेवफाईथी चडे निंदा तणे नेजे
लहे छे सत्य जे संसार तेनाथी परो रहेजे
अरे ए कीमियानी जे मझा छे ते पछी कहेजे
वफाई तो नथी आखी दुनियामां जरा दीठी
वफादारी बतावा त्यां नहि कोई पळे जाजे
रही निर्मोही शांतिथी रहे ए सुख मोटुं छे
जगत बाजीगरीना तुं बधा छलबल जवा देजे
प्रभुना नामना पुष्पो परोवी काव्यमाळा तुं
प्रभुनी प्यारी ग्रीवामां पहेरावी प्रीते देजे
कविराजा थयो शी छे पछी पीडा तने कांई
निजानंदे हम्मेशां ‘बाल’ मस्तीमां मझा लेजे
Gujare Je Shire Tare
Gujare je shire tare jagatano nath te sheje
Ganyun je pyarun pyarae ati pyarun gani leje
Duniyani juthi vani vishe jo du:kh vase chhe
Jaraye antare ananda na ochho thava deje
Kacheri manhi kajino nathi hisab kodino
Jagatakaji banine tun vahori na pida leje
Jagatana kachana yantre khari vastu nahi bhase
N sara ke natharani jaraye sangate raheje
Raheje shanti santoshe sadaye nirmale chitte
Dile je du:kh ke ananda koine nahi kaheje
Vase chhe krod vairi chittaman tene taji deje
Ghadi jaye bhalaini mahalrakshmi gani leje
Rahe unmatta swanande kharun e sukh mani leje
Pie to shri prabhuna premano pyalo bhari leje
Katu vani jo tun sune vani mithi tun kaheje
Parai murkhata kaje mukhe na zer tun leje
Are prarabda to ghelun rahe chhe dur mange to
N mange dodatun ave n vishvase kadi raheje
Aho shun premaman rache? Nahi tyan satya tun pame! Are tun bevafaithi chade ninda tane neje
Lahe chhe satya je sansar tenathi paro raheje
Are e kimiyani je maza chhe te pachhi kaheje
Vafai to nathi akhi duniyaman jara dithi
Vafadari batava tyan nahi koi pale jaje
Rahi nirmohi shantithi rahe e sukh motun chhe
Jagat bajigarina tun badha chhalabal java deje
Prabhuna namana pushpo parovi kavyamala tun
Prabhuni pyari grivaman paheravi prite deje
Kaviraja thayo shi chhe pachhi pida tane kani
Nijanande hammeshan ‘bala’ mastiman maza leje
Gujāre je shire tāre
Gujāre je shire tāre jagatano nāth te sheje
Gaṇyun je pyārun pyārāe ati pyārun gaṇī leje
Duniyānī jūṭhī vāṇī viṣhe jo du:kh vāse chhe
Jarāye antare ānanda nā ochho thavā deje
Kacherī mānhī kājīno nathī hisāb koḍīno
Jagatakājī banīne tun vahorī nā pīḍā leje
Jagatanā kāchanā yantre kharī vastu nahi bhāse
N sārā ke naṭhārānī jarāye sangate raheje
Raheje shānti santoṣhe sadāye nirmaḷe chitte
Dile je du:kh ke ānanda koīne nahi kaheje
Vase chhe kroḍ vairī chittamān tene tajī deje
Ghaḍī jāye bhalāīnī mahālrakṣhmī gaṇī leje
Rahe unmatta swānande kharun e sukh mānī leje
Pīe to shrī prabhunā premano pyālo bharī leje
Kaṭu vāṇī jo tun suṇe vāṇī mīṭhī tun kaheje
Parāī mūrkhatā kāje mukhe nā zer tun leje
Are prārabḍa to ghelun rahe chhe dūr mānge to
N mānge doḍatun āve n vishvāse kadī raheje
Aho shun premamān rāche? Nahi tyān satya tun pāme! Are tun bevafāīthī chaḍe nindā taṇe neje
Lahe chhe satya je sansār tenāthī paro raheje
Are e kīmiyānī je mazā chhe te pachhī kaheje
Vafāī to nathī ākhī duniyāmān jarā dīṭhī
Vafādārī batāvā tyān nahi koī paḷe jāje
Rahī nirmohī shāntithī rahe e sukh moṭun chhe
Jagat bājīgarīnā tun badhā chhalabal javā deje
Prabhunā nāmanā puṣhpo parovī kāvyamāḷā tun
Prabhunī pyārī grīvāmān paherāvī prīte deje
Kavirājā thayo shī chhe pachhī pīḍā tane kānī
Nijānande hammeshān ‘bāla’ mastīmān mazā leje
Source : બાલાશંકર કંથારિયા