ગુણવંતી ગુજરાત! - Gunavanti Gujarata! - Lyrics

ગુણવંતી ગુજરાત!

ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ!
માત મીઠી તુજ ચરણ પડીને માગીએ શુભઆશિષ!
અમારી ગુણવંતી ગુજરાત!

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ!
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ!
અમારી ગુણવંતી ગુજરાત!

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત!
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત!
અમારી ગુણવંતી ગુજરાત!

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશ-વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય!
અમારી ગુણવંતી ગુજરાત!

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત! રમે અમ ઉર!
અમારી ગુણવંતી ગુજરાત!

હિન્દુ મુસલમિન પારસી સર્વે માત! અમે તુજ બાળ;
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ!
અમારી ગુણવંતી ગુજરાત!

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર!
એક સ્વરે સૌ ગગન ગજવતો કરીએ જય જયકાર!
અમારી ગુણવંતી ગુજરાત!

નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!
નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

  • અરદેશર ફરામજી ખબરદાર

Gunavanti Gujarata!

Gunavanti gujarata! amari gunavanti gujarata! Namie namie mata! amari gunavanti gujarata!

Mongher tuj manimandapaman zuki rahyan am shisha! Mat mithi tuj charan padine magie shubhaashisha! Amari gunavanti gujarata!

Mithi manohar vadi a tari nandanavana-shi amola! Rasafuladan vinatan vinatan tyan karie nitya kallola! Amari gunavanti gujarata!

Sanṭa mahanṭa ananṭa vironi vahali amari mata! Jaya jaya karav tari jagataman arpan karie jata! Amari gunavanti gujarata!

Unda ghor aranya vishe ke sundar upavanamanya;
Desha-videsh ahonish antar ek j tari chhanya! Amari gunavanti gujarata!

Sar sarit rasabhar amizaranan ratnakar bharapura;
Punyabhumi falaful zazumi, mata! Rame am ura! Amari gunavanti gujarata!

Hindu musalamin parasi sarve mata! Ame tuj bala;
Anga umanga bhari navarange karie sev sahu kala! Amari gunavanti gujarata!

Ur prabhat saman ajavali tali de andhara! Ek sware sau gagan gajavato karie jaya jayakara! Amari gunavanti gujarata!

Namie namie mata! amari gunavanti gujarata!

Gunavanti gujarata! amari gunavanti gujarata! Namie namie mata! amari gunavanti gujarata!

  • aradeshar faramaji khabaradara

Source: Mavjibhai