ગુરુ ને ગોરખની હરીફાઈ
ગુરુ ને ગોરખની હરીફાઈ
બેમાંથી કોઈ ન ગાંજ્યો જાય
નર નારાયણ વઢવા બેઠા સરખેસરખી જોડ
બે વાદીગર ખેલે જાદુ સામાસામી હોડ
ખેલે ચેલો ને ગુરુદેવ
ગોરખ માનવ ને ગુરુ દેવ
ગુરુ રચે છે વનરાવનના વેલા ઝાડ પહાડ
ગોરખ હાથે ફરશુ કાપે તે ઘન જંગલ ઝાડ
જંગલમાં પણ મંગલ થાય
એ ગોરખનો જય જય ગાય
ગુરુ કહે જો દરિયો મારો એના જડે ન ઘાટ
ગોરખ બેસી જલનૈયામાં તરતો સાયર સાત
ગોરખ ગણે ન કાંઈ અપાર
પામે અગાધનો પણ પાર
ગુરુ ઊડીને ગરૂડ જેવો આભ વિશે સંતાય
ગોરખ પૂંઠે સમડી જેવો વિમાન પંથે જાય
ગોરખ જાણે ખગોળ વેદ
વાદળના પડદાના ભેદ
ગુરુ રોષથી રૂદ્ર રૂપથી પાડે જલ દુકાળ
બાંધત ખોદત ને’ર કૂવા ગોરખ ફોડે પાતાળ
રણ રેતીમાં રેલત નીર
ગોરખ નગર વસાવે તીર
ગુરુ રચે રાક્ષસની માયા છાયે ઘન અંધકાર
ગોરખ દાબે ચાંપ ઘરેઘર અજવાળાની ધાર
ગોરખ કરે રાતને પ્રાત
સૂરજ વીજળીનો છે હાથ
ગુરુ કહે તું હ્યાં બેસીને દુનિયાભરમાં બોલ
ગોરખ આકાશી વાણીથી કરે બધે કલ્લોલ
ગોરખ ઘડે વાયુનું યંત્ર
વાયુનું ઘર ઘર વાજિંત્ર
ગુરુ મોકલે જમરાજાને જા જઈને માર
ગોરખ ખોલે કુદરત કેરા જડીબુટ્ટી ભંડાર
ગોરખ ભરે મૃત્યુ શું બાથ
છે મૃત્યુંજય માત્રા હાથ
ગુરુ કહે હું હાર્યો બાપા! તું મુજથી બળવાન
તારો જય એ મારો જય છે માન તારું મમ માન
ગોરખ વંદે ગુરુને પાય
ને જય ગુરુ કૃપાનો ગાય
-પ્રભુદાસ ભીખાભાઈ પટેલ
Guru Ne Gorakhani Harifai
Guru ne gorakhani harifai
Bemanthi koi n ganjyo jaya
Nar narayan vadhav beth sarakhesarakhi joda
Be vadigar khele jadu samasami hoda
Khele chelo ne gurudeva
Gorakh manav ne guru deva
Guru rache chhe vanaravanan vel zad pahada
Gorakh hathe farashu kape te ghan jangal zada
Jangalaman pan mangal thaya
E gorakhano jaya jaya gaya
Guru kahe jo dariyo maro en jade n ghaṭa
Gorakh besi jalanaiyaman tarato sayar sata
Gorakh gane n kani apara
Pame agadhano pan para
Guru udine garud jevo abh vishe santaya
Gorakh punthe samadi jevo viman panthe jaya
Gorakh jane khagol veda
Vadalan padadan bheda
Guru roshathi rudra rupathi pade jal dukala
Bandhat khodat ne’r kuv gorakh fode patala
Ran retiman relat nira
Gorakh nagar vasave tira
Guru rache rakshasani maya chhaye ghan andhakara
Gorakh dabe chanpa ghareghar ajavalani dhara
Gorakh kare ratane prata
Suraj vijalino chhe hatha
Guru kahe tun hyan besine duniyabharaman bola
Gorakh akashi vanithi kare badhe kallola
Gorakh ghade vayunun yantra
Vayunun ghar ghar vajintra
Guru mokale jamarajane j jaine mara
Gorakh khole kudarat ker jadibutti bhandara
Gorakh bhare mrutyu shun batha
Chhe mrutyunjaya matra hatha
Guru kahe hun haryo bapa! Tun mujathi balavana
Taro jaya e maro jaya chhe man tarun mam mana
Gorakh vande gurune paya
Ne jaya guru krupano gaya
-Prabhudas Bhikhabhai Patela