ગુરુજીના નામની માળા - Guruji Na Nam Ni Mala - Gujarati & Englsih Lyrics

ગુરુજીના નામની હો માળા છે ડોકમાં,
નારાયણ નામની હો માળા છે ડોકમાં…ગુરુજીના૦

જુઠ્ઠું બોલાય નહિ, ખોટુ લેવાય નહિ,
અવળું ચલાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦

ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ,
પાપને પોષાય નહી હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦

સુખમાં છકાય નહિ, દુ:ખમાં રડાય નહિ,
ભક્તિ ભૂલાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦

ધનને સંઘરાય નહિ, એકલા ખવાય નહિ,
ભેદ રખાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના

બોલ્યું બદલાય નહિ, ટેકને તજાય નહિ,
બાનું લજવાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના

હરિહરાનંદજી કહે, સત્ય ચૂકાય નહિ,
નારાયણ વિસરાય નહિ હો, માળા છે ડોકમાં…ગુરુજીના૦

Guruji Na Nam Ni Mala

Gurujin namani ho mal chhe dokaman,
Narayan namani ho mal chhe dokaman…gurujina0

Juththun bolaya nahi, khotu levaya nahi,
Avalun chalaya nahi ho, mal chhe dokaman…gurujina0

Krodh kadi thaya nahi, parane nindaya nahi,
Papane poshaya nahi ho, mal chhe dokaman…gurujina0

Sukhaman chhakaya nahi, du:khaman radaya nahi,
Bhakti bhulaya nahi ho, mal chhe dokaman…gurujina0

Dhanane sangharaya nahi, ekal khavaya nahi,
Bhed rakhaya nahi ho, mal chhe dokaman…gurujin

Bolyun badalaya nahi, tekane tajaya nahi,
Banun lajavaya nahi ho, mal chhe dokaman…gurujin

Hariharanandaji kahe, satya chukaya nahi,
Narayan visaraya nahi ho, mal chhe dokaman…gurujina0

Divya Publication. (2020). કિર્તન સાગર

ગુરુજીના નામની માળા - ગુજરાતી ભજન || GURUJINA NAAMNI MALA - Gujarati Bhajan. (2017, July 6). YouTube