હળવે હળવે પોંખજો - Haḷave Haḷave Ponkhajo - Lyrics

હળવે હળવે પોંખજો

(પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું)

હળવે હળવે પોંખજો રે લટકાળી
હળવે હળવે પોંખજો રે કામણધીંગી
એ વર છે વેવાઈનો લાડકડો

કોકનો ચૂડલો પહેરીને જમાઈ પોંખવા ચાલી
જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે લટકાળી

માંગ્યો સાડલો પહેરી જમાઈ પોંખવા ચાલી
જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે લટકાળી


Haḷave Haḷave Ponkhajo

(ponkhaṇā vakhate varapakṣhe gavātun faṭāṇun)

Haḷave haḷave ponkhajo re laṭakāḷī
Haḷave haḷave ponkhajo re kāmaṇadhīngī
E var chhe vevāīno lāḍakaḍo

Kokano chūḍalo paherīne jamāī ponkhavā chālī
Jūo re jamāīrāj sāsujīno laṭako
Laṭako ne maṭako chaḍī jāshe chaṭako
Haḷave haḷave ponkhajo re laṭakāḷī

Māngyo sāḍalo paherī jamāī ponkhavā chālī
Jūo re jamāīrāj sāsujīno laṭako
Laṭako ne maṭako chaḍī jāshe chaṭako
Haḷave haḷave ponkhajo re laṭakāḷī

Source: Mavjibhai