હાં રે દાણ માગે કાનુડો - Ha Re Dan Mage Kanudo - Gujarati & English Lyrics

હાં રે દાણ માગે કાનુડો દાણ માંગે,
હાં રે એની મોરલીમાં વેણુ રસ વાગે, કાનુડો દાણ માગે.

હાં રે કાન કિયા મુલકનો છો દાણી ?
હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી, કાનુડો દાણ માગે.

હાં રે કાન કિયા મુલકનો છો સૂબો ?
હા રે મા’રા મારગ વચ્ચે ઉભો, કાનુડો દાણ માગે.

હાં રે કાન કિયા મુલકનો છો રાજા ?.
હાં રે એની સંગે ગોવાળિયા ઝાઝા, કાનુડો દાણ માગે

હાં રે કામ નથડી તે માં’યલું છો મોતી.
હાં રે હું તો આડે ઘુંઘટડે જોતી, કાનુડો દાણ માગે.

હાં રે મે’તા નરસૈના સા’મી શામળા,
એ તો મારા હુ દિયા કમળમાં વસિયા, કાનુડો દાણ માગે

હાં રે દાણ માંગે કાનુડો દાણ માગે.

Ha Re Dan Mage Kanudo

Han re dan mage kanudo dan mange,
Han re eni moraliman venu ras vage, kanudo dan mage.

Han re kan kiya mulakano chho dani ?
Han re mari navaranga chundadi tani, kanudo dan mage.

Han re kan kiya mulakano chho subo ?
H re ma’r marag vachche ubho, kanudo dan mage.

Han re kan kiya mulakano chho raj ?.
Han re eni sange govaliya zaza, kanudo dan mage

Han re kam nathadi te man’yalun chho moti.
Han re hun to ade ghunghaṭade joti, kanudo dan mage.

Han re me’t narasain sa’mi shamala,
E to mar hu diya kamalaman vasiya, kanudo dan mage

Han re dan mange kanudo dan mage.