હાલાજી તારા હાથ વખાણું - Hālājī Tārā Hāth Vakhāṇun - Lyrics

હાલાજી તારા હાથ વખાણું

હે… અબજડીયો જડીયો જંગલમાં વસે
ને ઘોડાનો ઈ દાતાર
પણ ત્રુઠ્યો રાવળ જામને જ રે એ…
એણે હાંકી દીધો હાલાર

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.

રાવણ સરીખો રાજિયો હો પરગટ મેરુ પ્રમાણ
હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.

સવ ઢળે ભોમ હર ઢોળ પ્રાણ મુદત અતિ પાયો
દેશું રાવણ જામ અંગ આપે પછડાયો
હુઈ કટંકા હાથ તૂટી સિંધણ સંચાણા
મરતા જોર મરદ અતિ રે અણભંગ અટાળા

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.

એ… ખ્યાસો ખૂની જાણ અંગ મહેરાણ અજાણી
પટ્ટી ઘોડી પૂંઠ તત્ ખણ મેલે તાણી
આગે ભાગ્યો જાય, ભોમ અંતર નવ ભાંગે
આણે મન ઉચાટ લેખ લખ દા નવ લાગે

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.

અસિ બાજ ઉડાણી પવનવેગે પડકારી
ત્રુટી તારા જેમ ધીર પંખણ ધજધારી
બરછટ જોર બરાડ ભીમ ભારત બછુટ્યો
કરે ક્રોધ કરતાંત શંખ લેવા કર ત્રુટ્યો

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું.

એ… તવ હંસ ગેંદ પર ચડ્યો ગેંદ પર સિંહ બિરાજે
સિંહે સાગર શિર ધર્યો તા પર તો ગિરિવર ગાજે
ગિરિવર પર એક કમલ, કમલ બીચ કોયલ બોલે
કોયલ પે એક કીર, કીર પર મૃગ હીંડોલે
મૃગે શશિધર શિર ધર્યો, તા પર તો શેષ બિરાજે
કહે કવિજન, સુણો ગુણીજન, હંસ ભાર કિતનો સહે
રે ભાઈ, હંસ ભાર કિતનો સહે
રે ભાઈ, હંસ ભાર કિતનો સહે

Hālājī Tārā Hāth Vakhāṇun

He… Abajaḍīyo jaḍīyo jangalamān vase
Ne ghoḍāno ī dātāra
Paṇ truṭhyo rāvaḷ jāmane j re e… Eṇe hānkī dīdho hālāra

Hālājī tārā hāth vakhāṇun ke paṭṭī tārā pagalān vakhāṇun.

Rāvaṇ sarīkho rājiyo ho paragaṭ meru pramāṇa
Hālājī tārā hāth vakhāṇun ke paṭṭī tārā pagalān vakhāṇun.

Sav ḍhaḷe bhom har ḍhoḷ prāṇ mudat ati pāyo
Deshun rāvaṇ jām anga āpe pachhaḍāyo
Huī kaṭankā hāth tūṭī sindhaṇ sanchāṇā
Maratā jor marad ati re aṇabhanga aṭāḷā

Hālājī tārā hāth vakhāṇun ke paṭṭī tārā pagalān vakhāṇun.

E… Khyāso khūnī jāṇ anga maherāṇ ajāṇī
Paṭṭī ghoḍī pūnṭha tat khaṇ mele tāṇī
Āge bhāgyo jāya, bhom antar nav bhānge
Āṇe man uchāṭ lekh lakh dā nav lāge

Hālājī tārā hāth vakhāṇun ke paṭṭī tārā pagalān vakhāṇun.

Asi bāj uḍāṇī pavanavege paḍakārī
Truṭī tārā jem dhīr pankhaṇ dhajadhārī
Barachhaṭ jor barāḍ bhīm bhārat bachhuṭyo
Kare krodh karatānta shankha levā kar truṭyo

Hālājī tārā hāth vakhāṇun ke paṭṭī tārā pagalān vakhāṇun.

E… Tav hansa genda par chaḍyo genda par sinha birāje
Sinhe sāgar shir dharyo tā par to girivar gāje
Girivar par ek kamala, kamal bīch koyal bole
Koyal pe ek kīra, kīr par mṛug hīnḍole
Mṛuge shashidhar shir dharyo, tā par to sheṣh birāje
Kahe kavijana, suṇo guṇījana, hansa bhār kitano sahe
Re bhāī, hansa bhār kitano sahe
Re bhāī, hansa bhār kitano sahe

Source: Mavjibhai