હાલી રે હાલીને મારા - Hali Re Haline Mara - Gujarati & English Lyrics

હાલી રે હાલીને મારા પાવલિયા તરવાણા જો
તોયે રે ના આવ્યો તારો દેશ રે
વણજારા વાલમ છેતરીને લાવ્યો જો…

આઘેરાં હાલો તો તમને, ચૂંદડિયું લઇ આલું જો
તારી ચુંદડિયુંની ઓઢનારી હું નૈ રે
વણજારા વાલમ છેતરીને લાવ્યો જો…

આઘેરાં હાલો તો તમને, કડલાં લઇ આલું જો
તારાં કડલાંની પે રનારી હું નૈ રે
વણજારા વાલમ છેતરીને લાવ્યો જો…

આધેરા હાલો તો તમને, હારલો લઇ આવું જો
તારા હારલાની પેરનારી હું નૈ રે
વણજારા વાલમ છેતરીને લાવ્યો જો…

Hali Re Haline Mara

Hali re haline mar pavaliya taravan jo
Toye re n avyo taro desh re
Vanajar valam chhetarine lavyo jo…

Agheran halo to tamane, chundadiyun lai alun jo
Tari chundadiyunni odhanari hun nai re
Vanajar valam chhetarine lavyo jo…

Agheran halo to tamane, kadalan lai alun jo
Taran kadalanni pe ranari hun nai re
Vanajar valam chhetarine lavyo jo…

Adher halo to tamane, haralo lai avun jo
Tar haralani peranari hun nai re
Vanajar valam chhetarine lavyo jo…

Hali re hali ne mara pagalda ||હાલી રે હાલી ને મારા || Rekha RAthod , Prabhat Barot. (2019, March 29). YouTube