હંસા રે રાજા રહી જાવ આજની રાત - Hansa Re Raja Rahi Jav Aaj Ni Raat - Gujarati & English Lyrics

હંસા રે રાજા રહી જાવ આજની રાત,
હે મારે કરવી છે મનડાની વાત-હંસા રે૦

પહેલો રે વિસામો હંસા ઘરને ઉંબરીએ,
બીજો વિસામો ઝાંપા બ્હાર-હંસા રે૦

ત્રીજો રે વિસામો હંસા ગામને ગોદરિયો,
ચોથો વિસામો સ્મશાન-હંસા રે૦

ચાર ચાર જણા હંસા ઊંચકીને ચાલ્યા ભાઇ,
પાંચમો કરે છે પોકાર-હંસા રે૦

ગાડું ભરીને સૂકાં લાકડાં રે લીધાં ભાઇ,
કોરી હાડલીમાં લીધા અંગાર-હંસા રે૦

સ્મશાન જઇને હંસા ચેહ રે ખડકી,
જમણે અંગૂઠે મેલી આગ-હંસા રે૦

મા અને માસી એ બેઉ બેનડી,
ઝાંપલા સુધી એનો સાથ-હંસા રે૦

ઘરની સ્ત્રીઓ તો ખૂણે જઇ બેઠી ભાઇ,
ખોળિયાની થઇ ગઇ છે રાખ-હંસા રે૦

Hansa Re Raja Rahi Jav Aaj Ni Raat

Hansā re rājā rahī jāv ājanī rāta,
He māre karavī chhe manaḍānī vāta-hansā re0

Pahelo re visāmo hansā gharane unbarīe,
Bījo visāmo zānpā bhāra-hansā re0

Trījo re visāmo hansā gāmane godariyo,
Chotho visāmo smashāna-hansā re0

Chār chār jaṇā hansā ūnchakīne chālyā bhāi,
Pānchamo kare chhe pokāra-hansā re0

Gāḍun bharīne sūkān lākaḍān re līdhān bhāi,
Korī hāḍalīmān līdhā angāra-hansā re0

Smashān jaine hansā cheh re khaḍakī,
Jamaṇe angūṭhe melī āga-hansā re0

Mā ane māsī e beu benaḍī,
Zānpalā sudhī eno sātha-hansā re0

Gharanī strīo to khūṇe jai beṭhī bhāi,
Khoḷiyānī thai gai chhe rākha-hansā re0

Divya Publication. (2020). કિર્તન સાગર

હંસા રાજા રહી જાઓ આજ કેરી રાત. દુલા ભગત. Hansa raja rahi jao aaj keri rat. Dula Bhagat. (2018, September 13). YouTube