હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ - Have Nahi Jāun Vīḍī Vāḍhavā Re Lola - Lyrics

હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

સવા બશેરનું તારું દાતરડું લોલ,
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ,
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ,
મેં રે વાઢ્યા છે દશ-વીશ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ,
હું રે ઊભી’તી વનવાટ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ,
વીરા મુને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ,
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ,
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ,
હીરનો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉં વીડી વાઢવા રે લોલ


Have Nahi Jāun Vīḍī Vāḍhavā Re Lola

Savā basheranun tārun dātaraḍun lola,
Ghaḍyun olā lāliyā luhāre
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Sāv re sonānun mārun dātaraḍun lola,
Hīrano bandhiyo chhe eno hātha
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Paraṇye vāḍhyā chhe pāncha pūḷiyā re lola,
Men re vāḍhyā chhe dasha-vīsha
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Paraṇyāno bhāro men chaḍāviyo re lola,
Hun re ūbhī’tī vanavāṭa
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Vāṭe nīkaḷyo vaṭemāragu re lola,
Vīrā mune bhāro chaḍāvya re
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Paraṇyāne āvī pālī jāraḍī re lola,
Māre āvel māṇun ghaun
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Paraṇye bharyun chhe enun peṭaḍun re lola,
Men re jamāḍyo māro vīro
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Sāv re sonānun mārun dātaraḍun lola,
Hīrano bandhiyo chhe eno hātha
Munjā vālamajī lola,
Have nahi jāun vīḍī vāḍhavā re lola

Source: Mavjibhai