હે એવા આરતીને ટાણે રે વે’લા આવજો - He Aeva Aartine Tane Re Vela Aavjo - Lyrics

હે એવા આરતીને ટાણે રે વે’લા આવજો,
હે આવજો આવજો અજમલનાં કુંવર રે…
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો…

હે એવા માતા મીનળ તે કાગળ મોકલે,
હે સગુણાબેની જુએ તમારી વાટ રે…
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો…

હે એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે વિરમદેવજી જુએ તમારી વાટ રે…
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો…

હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે…
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે’લા આવજો…

He evā āratīne ṭāṇe re ve’lā āvajo,
He āvajo āvajo ajamalanān kunvar re…
Raṇujānān rājā, dhūpane re dhumāḍe ve’lā āvajo…

He evā mātā mīnaḷ te kāgaḷ mokale,
He saguṇābenī jue tamārī vāṭ re…
Raṇujānān rājā, dhūpane re dhumāḍe ve’lā āvajo…

He evā pitā ajamalajī kāgaḷ mokale,
He viramadevajī jue tamārī vāṭ re…
Raṇujānān rājā, dhūpane re dhumāḍe ve’lā āvajo…

He evā bhāṭī harajī te kāgaḷ mokale,
He dāṇībāī jue zāzerī vāṭ re…
Raṇujānān rājā, dhūpane re dhumāḍe ve’lā āvajo…