હે આવ વસંત કુમારી - He Av Vasanṭa Kumari - Lyrics

હે આવ વસંત કુમારી

હે આવ વસંત કુમારી
હર કૂંપળ હર કલિ કલિ બસ વાટ જૂએ છે તારી
હે આવ વસંત કુમારી

ભર્યો પડ્યો આ જામ રંગ રસ ગંધ થકી મદમાતો
હોઠથી છલકી જાય હરખ ના અંગ મહીંય સમાતો
સ્હેજ નૂપુર ઝણકે તારાં તો છલકી જાય કિનારી
હે આવ વસંત કુમારી

ધરણીએ તૃણના ઘૂંઘટને જરા હઠાવી જોયું
આકાશે વાદળની લટને જરા સમારી જોયું
કણકણમાં વૃન્દાવન રી રંગત હવે થનારી
હે આવ વસંત કુમારી

એ જ પુરાણી ધરતી આજે યૌવનચીર સજે છે
આજ સુણે કાન ત્યાં બસ એક જ વાદ્ય બજે છે
કામદેવની સાથ રતિ અહીંયાં રમણે રમનારી
હે આવ વસંત કુમારી

-મણિલાલ દેસાઈ


He Av Vasanṭa Kumari

He av vasanṭa kumari
Har kunpal har kali kali bas vat jue chhe tari
he av vasanṭa kumari

Bharyo padyo a jam ranga ras gandha thaki madamato
Hoṭhathi chhalaki jaya harakh n anga mahinya samato
Shej nupur zanake taran to chhalaki jaya kinari
he av vasanṭa kumari

Dharanie trunan ghunghaṭane jar hathavi joyun
Akashe vadalani laṭane jar samari joyun
Kanakanaman vrundavan ri rangat have thanari
he av vasanṭa kumari

E j purani dharati aje yauvanachir saje chhe
Aj sune kan tyan bas ek j vadya baje chhe
Kamadevani sath rati ahinyan ramane ramanari
he av vasanṭa kumari

-manilal desai

Source: Mavjibhai