હે આવોને જેસલરાય
તો જેસલજી જાજો સરગમાં ને વળી હૈયે રાખજો હામ
આ શરધાપુરની શેરીએ હું ભાતની બનીશ ભતરાળ
જેસલ કરી લે ને વિચાર માથે જમ કેરો માર
આ સપના જેવો આ સંસાર તોળી રાણી કરે છે પોકાર
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુની ધાર
જાવું સૌને ધણીને દુવાર બેડલી ઉતારે ભવ પાર
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
ચાંદ સૂરજ વસે છે આકાશ નવ લાખ તારા એની પાસ
પવન પાણી ને પરકાશ સૌ લોક કરે એની આશ
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
ગુરુના ગુણનો નહીં પાર, ભગતિ ખાંડા કેરી ધાર
નુગરા શું જાણે સંસાર, એનો એળે ગયો અવતાર
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
છીપું સમંદરમાં થાય, વાંકી ધન રે કમાઈ
સ્વાતિના મેહુલા વરસાય ત્યાં તો સાચા મોતીડાં થાય
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
ઈ મોતીડાં એરણમાં ઓરાય માથે ઘણ કેરા ઘા
ફુટે ઈ ફટકીયાં કે’વાય સાચાંની ખળે ખબરૂં થાય
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
નિત નિત નદીએ નાવા જાય
કોયલાં ઊજળાં નવ થાય
ગુણિકાનો બેટો બાપ કોને કેવા જાય
માવઠાના મે’થી મોતી કણ ન થાય
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
એ દેખાદેખી કરવાને જાય
એવાં નર અધૂરિયાં કહેવાય
દીવો લઈને કૂવે પડવાને જાય
કળીયુગની વાણી તોળીરાણી ગાય
હે આવોને જેસલરાય આપણ પ્રેમ થકી મળીએ રે
He Avone Jesalarāya
To jesalajī jājo saragamān ne vaḷī haiye rākhajo hāma
Ā sharadhāpuranī sherīe hun bhātanī banīsh bhatarāḷa
Jesal karī le ne vichār māthe jam kero māra
Ā sapanā jevo ā sansār toḷī rāṇī kare chhe pokāra
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Anubhavī āvyo chhe avatār māthe satagurunī dhāra
Jāvun saune dhaṇīne duvār beḍalī utāre bhav pāra
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Chānda sūraj vase chhe ākāsh nav lākh tārā enī pāsa
Pavan pāṇī ne parakāsh sau lok kare enī āsha
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Gurunā guṇano nahīn pāra, bhagati khānḍā kerī dhāra
Nugarā shun jāṇe sansāra, eno eḷe gayo avatāra
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Chhīpun samandaramān thāya, vānkī dhan re kamāī
Svātinā mehulā varasāya tyān to sāchā motīḍān thāya
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Ī motīḍān eraṇamān orāya māthe ghaṇ kerā ghā
Fuṭe ī faṭakīyān ke’vāya sāchānnī khaḷe khabarūn thāya
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Nit nit nadīe nāvā jāya
Koyalān ūjaḷān nav thāya
Guṇikāno beṭo bāp kone kevā jāya
Māvaṭhānā me’thī motī kaṇ n thāya
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
E dekhādekhī karavāne jāya
Evān nar adhūriyān kahevāya
Dīvo laīne kūve paḍavāne jāya
Kaḷīyuganī vāṇī toḷīrāṇī gāya
He āvone jesalarāya āpaṇ prem thakī maḷīe re
Source: Mavjibhai