હે જગ જનની હે જગ દંબા - He Jag Janani He Jag Damba - Gujarati & English Lyrics

હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે, …(૨)

આદ્યશક્તિ માં આદિ અનાદી, અરજી મારી ઉરમાં ધરજે ,. હે …

કોઈના તીર નું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે ,.હે .

ઘા સહી લઉં ઘા કરુ નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે,. હે .

હોઈ ભલે દુઃખ મેરુ સરીખા, રંજ એનો ના થાવા દેજે,… હે…

રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાના બે આંસુ દેજે …હે…

આત્મા કોઈનો આનંદ પામેતો,ભલે સંતાપી લે મુજ આતમને હે .

આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે હે…

ધૂપ બનું હું સુગંધ તું લેજે, રાખ બની મને ઉડી જાવા દેજે …હે…

બળું ભલે હું બાળ નહિ કોઈને, જીવન મારું સુગંધિત કરજે …હે…

અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત તું તે દે જે …હે…

ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે .હે…

શક્તિ દે માં ભક્તિ દે માં, આ દુનીયા ના દુઃખ સહેવા દેજે …હે…

હે જગ જનની હે જગ દંબા, માત ભવાની શરણે લેજે, …(૨)

He Jag Janani He Jag Damba

He jag janani he jag danba, mat bhavani sharane leje, …(2)

Adyashakti man adi anadi, araji mari uraman dharaje ,. He …

Koin tir nun nishan banine, dil marun tun vindhav deje ,.he .

Gha sahi laun gha karu nahi koine , evi anba shakti deje,. He .

Hoi bhale duahkha meru sarikha, ranja eno n thav deje,… He…

Raj sarikhun duahkha joi bijanun, rovan be ansu deje …he…

Atma koino ananda pameto,bhale santapi le muj atamane he .

Ananda eno akhanda rahejo , kanṭak de mane ene pushpo deje he…

Dhup banun hun sugandha tun leje, rakh bani mane udi jav deje …he…

Balun bhale hun bal nahi koine, jivan marun sugandhit karaje …he…

Amrut male ke n male mujane, ashish amrut tun te de je …he…

Zer jivan n pi hun janun , pachavav ni tun man shakti deje .he…

Shakti de man bhakti de man, a duniya n duahkha sahev deje …he…

He jag janani he jag danba, mat bhavani sharane leje, …(2)

He Jag Janani He Jagdamba | હે જગ જનની Bhajan by Parthiv Gohil | Music: Gaurang Vyas. (2016, September 1). YouTube