હે જૂન ત્રીજી!
હે જૂન ત્રીજી!
ઓગણીસસો ને સુડતાલી સાલની!
હે જૂન ત્રીજી!
રે છેવટે તું પણ કેવું રીઝી!
ભૂગોળ શું સમસમીને જ સીઝી?
હે જૂન ત્રીજી!
હાકેમનું ભાષણ સાંભળીને
આ જન્મભૂમિ ગઈ સાવ થીજી.
ગુલામીના જખ્મ તણી દવા મળી–
આઝાદી, તે યે બસ વાઢકાપથી.
સામ્રાજ્યશાહી થઈ જાહિરાત,
ગુલામીની મૈયત કે બરાત?
હે જૂન ત્રીજી!
રે છેવટે તું પણ કેવું રીઝી!
લાવાભર્યા કોઈ લલાટલેખ શી
લકીર તાણી, હદ થૈ હદોની.
એ અંગવિચ્છેદની હે જનેતા!
નમી પડ્યા શૂન્યમનસ્ક નેતા.
નોઆખલીમાં હતી આગ ત્યારે
ગાંધી મહાત્મા તહીં દ્વારેદ્વારે
ભમી રહ્યા'તા દવ શાંત પાડવા.
શું હિન્દુ? શું મુસ્લીમ? વેર શાને?
આ આગ ઠારું જલરાશિથી હું?
કે ધૂળ નાખી કરું શાંત જ્વાલા?
હોમાઉં કિંવા હવિરૂપ થૈને
વિનાશકારી ઈહ વૈમનસ્યે?
આવા વલોપાત વડે મહાત્મા
વીંધી રહ્યા'તા જ તમિસ્ત્ર કેવું!
હે જૂન ત્રીજી!
ઓગણીસસો ને સુડતાલી સાલની!
મને મહાભારતનો પ્રસંગ
તેવે સમે તુર્ત જ સાંભર્યો અને
બની ગયો હું પણ દગ્ધ-દંગ!
ભરીભરી કૌરવની સભામાં
દુઃશાસને દ્રૌપદી-ચીર ખેંચ્યાં,
રે ભીષ્મ જેવા ય રહ્યા અચેષ્ટ,
ને દ્રોણ જેવા નિરુપાય બેઠા.
સિદ્ધાંતના તાર્કિક ધર્મબંધને
મહાનુભાવો અથવા મદાંધને
પડી ન સાચી લવલેશ સૂઝ,
અને ન આવી પછી એની રૂઝ.
ત્યારે છવાયો સ્વર માત્ર હા-હા!
વિવેકબુદ્ધિ થઈ ત્યાં જ સ્વાહા!
નરાધમોની હતી હાસ્ય હા-હા!
કર્તવ્યમૂઢોની વ્યથા ય હા-હા!
તેવું જ શું ભારત-ભાગલા સમે
બની ગયું? સ્થાપિત થૈ ઠસી ગયું?
એ ભીષ્મની શૂન્યમનસ્કતા હતી?
કે દ્રોણની અન્યમનસ્કતા હતી?
એ શૂન્ય ને અન્યમનસ્કતાને
નથી વખાણી જ પુરાણપાને
હે જૂન ત્રીજી!
રે છેવટે તું પણ કેવું રીઝી?
ગુલામીમાં યે ટુકડાથી નિર્ભર,
આઝાદી લીધી ટુકડાથી તુષ્ટ થૈ!
થયું મહાભારતમાંથી ભારત!
રે એમ પૂરી થઈ કેવી આરત!
हे जून त्रीजी!
हे जून त्रीजी!
ओगणीससो ने सुडताली सालनी!
हे जून त्रीजी!
रे छेवटे तुं पण केवुं रीझी!
भूगोळ शुं समसमीने ज सीझी?
हे जून त्रीजी!
हाकेमनुं भाषण सांभळीने
आ जन्मभूमि गई साव थीजी.
गुलामीना जख्म तणी दवा मळी–
आझादी, ते ये बस वाढकापथी.
साम्राज्यशाही थई जाहिरात,
गुलामीनी मैयत के बरात?
हे जून त्रीजी!
रे छेवटे तुं पण केवुं रीझी!
लावाभर्या कोई ललाटलेख शी
लकीर ताणी, हद थै हदोनी.
ए अंगविच्छेदनी हे जनेता!
नमी पड्या शून्यमनस्क नेता.
नोआखलीमां हती आग त्यारे
गांधी महात्मा तहीं द्वारेद्वारे
भमी रह्या'ता दव शांत पाडवा.
शुं हिन्दु? शुं मुस्लीम? वेर शाने?
आ आग ठारुं जलराशिथी हुं?
के धूळ नाखी करुं शांत ज्वाला?
होमाउं किंवा हविरूप थैने
विनाशकारी ईह वैमनस्ये?
आवा वलोपात वडे महात्मा
वींधी रह्या'ता ज तमिस्त्र केवुं!
हे जून त्रीजी!
ओगणीससो ने सुडताली सालनी!
मने महाभारतनो प्रसंग
तेवे समे तुर्त ज सांभर्यो अने
बनी गयो हुं पण दग्ध-दंग!
भरीभरी कौरवनी सभामां
दुःशासने द्रौपदी-चीर खेंच्यां,
रे भीष्म जेवा य रह्या अचेष्ट,
ने द्रोण जेवा निरुपाय बेठा.
सिद्धांतना तार्किक धर्मबंधने
महानुभावो अथवा मदांधने
पडी न साची लवलेश सूझ,
अने न आवी पछी एनी रूझ.
त्यारे छवायो स्वर मात्र हा-हा!
विवेकबुद्धि थई त्यां ज स्वाहा!
नराधमोनी हती हास्य हा-हा!
कर्तव्यमूढोनी व्यथा य हा-हा!
तेवुं ज शुं भारत-भागला समे
बनी गयुं? स्थापित थै ठसी गयुं?
ए भीष्मनी शून्यमनस्कता हती?
के द्रोणनी अन्यमनस्कता हती?
ए शून्य ने अन्यमनस्कताने
नथी वखाणी ज पुराणपाने
हे जून त्रीजी!
रे छेवटे तुं पण केवुं रीझी?
गुलामीमां ये टुकडाथी निर्भर,
आझादी लीधी टुकडाथी तुष्ट थै!
थयुं महाभारतमांथी भारत!
रे एम पूरी थई केवी आरत!
He Jun Triji!
He jun triji!
oganisaso ne sudatali salani!
he jun triji!
re chhevate tun pan kevun rizi!
bhugol shun samasamine j sizi?
he jun triji!
hakemanun bhashan sanbhaline
a janmabhumi gai sav thiji.
gulamina jakhma tani dava mali-
azadi, te ye bas vadhakapathi.
samrajyashahi thai jahirata,
gulamini maiyat ke barata?
he jun triji!
re chhevate tun pan kevun rizi!
lavabharya koi lalatalekh shi
lakir tani, had thai hadoni.
e angavichchhedani he janeta!
nami padya shunyamanaska neta.
noakhaliman hati ag tyare
gandhi mahatma tahin dvaredvare
bhami rahya'ta dav shanta padava.
shun hindu? Shun muslima? ver shane?
a ag tharun jalarashithi hun?
ke dhul nakhi karun shanta jvala?
homaun kinva havirup thaine
vinashakari ih vaimanasye?
ava valopat vade mahatma
vindhi rahya'ta j tamistra kevun!
he jun triji!
oganisaso ne sudatali salani!
mane mahabharatano prasanga
teve same turta j sanbharyo ane
bani gayo hun pan dagdha-danga!
bharibhari kauravani sabhaman
duahshasane draupadi-chir khenchyan,
re bhishma jeva ya rahya acheshta,
ne dron jeva nirupaya betha.
siddhantana tarkik dharmabandhane
mahanubhavo athava madandhane
padi n sachi lavalesh suza,
ane n avi pachhi eni ruza.
tyare chhavayo svar matra ha-ha!
vivekabuddhi thai tyan j swaha!
naradhamoni hati hasya ha-ha!
kartavyamudhoni vyatha ya ha-ha!
tevun j shun bharata-bhagala same
bani gayun? sthapit thai thasi gayun?
e bhishmani shunyamanaskata hati?
ke dronani anyamanaskata hati?
e shunya ne anyamanaskatane
nathi vakhani j puranapane
he jun triji!
re chhevate tun pan kevun rizi?
gulamiman ye tukadathi nirbhara,
azadi lidhi tukadathi tushta thai!
thayun mahabharatamanthi bharata!
re em puri thai kevi arata!
He jūn trījī!
He jūn trījī!
ogaṇīsaso ne suḍatālī sālanī!
he jūn trījī!
re chhevaṭe tun paṇ kevun rīzī!
bhūgoḷ shun samasamīne j sīzī?
he jūn trījī!
hākemanun bhāṣhaṇ sānbhaḷīne
ā janmabhūmi gaī sāv thījī.
gulāmīnā jakhma taṇī davā maḷī–
āzādī, te ye bas vāḍhakāpathī.
sāmrājyashāhī thaī jāhirāta,
gulāmīnī maiyat ke barāta?
he jūn trījī!
re chhevaṭe tun paṇ kevun rīzī!
lāvābharyā koī lalāṭalekh shī
lakīr tāṇī, had thai hadonī.
e angavichchhedanī he janetā!
namī paḍyā shūnyamanaska netā.
noākhalīmān hatī āg tyāre
gāndhī mahātmā tahīn dvāredvāre
bhamī rahyā'tā dav shānta pāḍavā.
shun hindu? Shun muslīma? ver shāne?
ā āg ṭhārun jalarāshithī hun?
ke dhūḷ nākhī karun shānta jvālā?
homāun kinvā havirūp thaine
vināshakārī īh vaimanasye?
āvā valopāt vaḍe mahātmā
vīndhī rahyā'tā j tamistra kevun!
he jūn trījī!
ogaṇīsaso ne suḍatālī sālanī!
mane mahābhāratano prasanga
teve same turta j sānbharyo ane
banī gayo hun paṇ dagdha-danga!
bharībharī kauravanī sabhāmān
duahshāsane draupadī-chīr khenchyān,
re bhīṣhma jevā ya rahyā acheṣhṭa,
ne droṇ jevā nirupāya beṭhā.
siddhāntanā tārkik dharmabandhane
mahānubhāvo athavā madāndhane
paḍī n sāchī lavalesh sūza,
ane n āvī pachhī enī rūza.
tyāre chhavāyo svar mātra hā-hā!
vivekabuddhi thaī tyān j swāhā!
narādhamonī hatī hāsya hā-hā!
kartavyamūḍhonī vyathā ya hā-hā!
tevun j shun bhārata-bhāgalā same
banī gayun? sthāpit thai ṭhasī gayun?
e bhīṣhmanī shūnyamanaskatā hatī?
ke droṇanī anyamanaskatā hatī?
e shūnya ne anyamanaskatāne
nathī vakhāṇī j purāṇapāne
he jūn trījī!
re chhevaṭe tun paṇ kevun rīzī?
gulāmīmān ye ṭukaḍāthī nirbhara,
āzādī līdhī ṭukaḍāthī tuṣhṭa thai!
thayun mahābhāratamānthī bhārata!
re em pūrī thaī kevī ārata!
Source : વેણીભાઈ પુરોહિત