હે રાગિણી પ્રિય તું યૌવનરમ્ય તોડી - He Ragini Priya Tun Yauvanaramya Todi - Lyrics

હે રાગિણી પ્રિય તું યૌવનરમ્ય તોડી

તારી પ્રિયે! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું:
પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે
કાસારની જલની લ્હેર કિનાર સાથે
ખેલે ત્યહીં તું ઘટ સંગ સુહાય ચારુ

એ સ્વપ્ન-સૃષ્ટિ-લીન દૃષ્ટિ, ઉદાર વૃક્ષ!
હે તન્વિ! તેજનમણી સરપદ્મિની હે!
તારું ઊડે વસન શ્વેત જરા જરા તે
ન્યાળું તથૈવ મુજ રે’ અણતૃપ્ત ચક્ષ.

ને તારું જ્યાં દ્રવતું પંચમ સૂર ગાન,
એકાન્ત શૂન્યરવ તે કશું લોલ બોલે!
વિશ્રંભથી વનવિહંગ કુરંગ જો ને
સાન્નિધ્ય-નિર્મલ-સુધાનું કરંત પાન!

લજ્જાઢળેલ દૃગથી ઉર દીધ જોડી;
હે રાગિણી, પ્રિય! તું યૌવનરમ્ય તોડી.

-રાજેન્દ્ર શાહ


He Ragini Priya Tun Yauvanaramya Todi

Tari priye! Chhavi manohara, mugdha nyalun:
Prachi gulalamaya jyan ravirashmi rage
Kasarani jalani lher kinar sathe
Khele tyahin tun ghat sanga suhaya charu

E swapna-srushti-lin drushti, udar vruksha! He tanvi!
tejanamani sarapadmini he! Tarun ude vasan shvet jar jar te
Nyalun tathaiv muj re’ anatrupṭa chaksha.

Ne tarun jyan dravatun pancham sur gana,
Ekanṭa shunyarav te kashun lol bole!
Vishranbhathi vanavihanga kuranga jo ne
Sannidhya-nirmala-sudhanun karanṭa pana!

Lajjadhalel drugathi ur didh jodi;
He ragini, priya! tun yauvanaramya todi.

-rajendra shaha

Source: Mavjibhai