હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી…
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી…
હો… એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ…
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર
હેજી રે કરમનો સંગાથી
હો… એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ…
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય
હેજી રે કરમનો સંગાથી
હો… એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ…
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય
હેજી રે કરમનો સંગાથી
હો… એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ…
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ…
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ
હેજી રે કરમનો સંગાથી
hejī re karamano sangāthī, rāṇā mārun koī nathī
Hejī re karamano sangāthī, rāṇā mārun koī nathī… Hejī re karamano sangāthī, rāṇā mārun koī nathī…
Ho… Ek re gāyunān do-do vāchharun,
Lakhyān enān judān judān lekha… Ek re banyo shivajīno poṭhiyo,
Bījo ghānchīḍāne ghera
Hejī re karamano sangāthī
Ho… Ek re mātānān do-do dīkarā,
Lakhyān enān judān judān lekha… Ekane māthe re chhattar birāje,
Bījo bhārā vechī khāya
Hejī re karamano sangāthī
Ho… Ek re māṭīnān do-do moriyā,
Lakhyān enān judān judān lekha… Ek re moriyo shivajīnī gaḷatī,
Bījo masāṇe mūkāya
Hejī re karamano sangāthī
Ho… Ek re pattharanān do-do ṭukaḍā,
Lakhyān enān judān judān lekha… Ek re banyo shivajīnī mūrti,
Bījo gangājīne ghāṭa… Hejī rohīdās charaṇe mīrānbāī bolīyā,
Dejo amane santa charaṇe vāsa
Hejī re karamano sangāthī