હેતે લખિયે કંકોતરી રે લોલ- Hete Lakhiye Kankotarī Re Lola - Lyrics

હેતે લખિયે કંકોતરી રે લોલ

(લગન લખતી વખતે કુળદેવીને નિમંત્રણ)

હેતે લખિયે કંકોતરી રે લોલ
હેતે લખિયે કંકોતરી રે લોલ
લખિયે રૂડાં કુળદેવીના નામ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ
લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

સુખડના મંડપ રોપાવિયા રે લોલ
બાંધ્યાં બાંધ્યાં લીલુડા તોરણ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

આવીને અવસર ઉજાળજો રે લોલ
બાલુડાંને આપજો આશિષ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ


Hete Lakhiye Kankotarī Re Lola

(lagan lakhatī vakhate kuḷadevīne nimantraṇa)

Hete lakhiye kankotarī re lola
Hete lakhiye kankotarī re lola
Lakhiye rūḍān kuḷadevīnā nām ke
Kuḷadevī māt velā āvajo re lola
He tame kuḷadevī māt velā āvajo re lola

Avasar āvyo chhe rūḍo āngaṇe re lola
Lagananā kanī vāge rūḍā ḍhol jo
Kuḷadevī māt velā āvajo re lola
He tame kuḷadevī māt velā āvajo re lola

Sukhaḍanā manḍap ropāviyā re lola
Bāndhyān bāndhyān līluḍā toraṇ jo
Kuḷadevī māt velā āvajo re lola
He tame kuḷadevī māt velā āvajo re lola

Āvīne avasar ujāḷajo re lola
Bāluḍānne āpajo āshiṣh ke
Kuḷadevī māt velā āvajo re lola
He tame kuḷadevī māt velā āvajo re lola

Source: Mavjibhai