હો રાજ રે! વાવડીનાં પાણી ભરવા ગ્યા'તાં - Ho Raj Re Vavdinna Pani Bharva Gya Ta - Gujarati & ENglish Lyrics

હો રાજ રે! વાવડીનાં પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો

હો રાજ રે! વડોદરાના વૈદડા તેડાવો !
મારા કાંટડિયા કઢાવો! મને પાટડિયા બંધાર્યા!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! ધોરાજીના ઢોલિયા મંગાવો!
માંહી પાથરણાં પથરાવો! આડા પડદલડા બંધાવો!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! ઘરમાંથી રાંધણિયાંને કાઢો!
મારી ધૂમાડે આંખ્યું દુઃખે!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! ઓશરિયેથી ખારણિયાને કાઢો
મારા ધબકે ખંભા દુઃખે!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! આંગણિયેથી ગાવલડીને કાઢો!
એનાં વલોણાંને સોતી!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! સસરાજીને ચોવટ કરવા મેલો!
મને ઘૂંઘટડા કઢાવે.
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે! નણંદડીને સાસરિયે વળાવો!
એના છોરુડાંને સોતી!
મને કેર કાંટો વાગ્યો…

હો રાજ રે ફળિયામાંથી પાડોશણને કાઢો!
એના રેંટિયાને સોતી!
મને કેર કાંટો વાગ્યો…

Ho Raj Re Vavdinna Pani Bharva Gya Ta

Ho raj re! Vavadinan pani bharav gya’tan
Mane ker kanto vagyo

Ho raj re! Vadodaran vaidad tedavo !
Mar kanṭadiya kadhavo! Mane paṭadiya bandharya!
Mane ker kanto vagyo…

Ho raj re! Dhorajin dholiya mangavo!
Manhi patharanan patharavo! Ad padadalad bandhavo!
Mane ker kanto vagyo…

Ho raj re! Gharamanthi randhaniyanne kadho!
Mari dhumade ankhyun duahkhe!
Mane ker kanto vagyo…

Ho raj re! Oshariyethi kharaniyane kadho
Mar dhabake khanbha duahkhe!
Mane ker kanto vagyo…

Ho raj re! Anganiyethi gavaladine kadho!
Enan valonanne soti! Mane ker kanto vagyo…

Ho raj re! Sasarajine chovat karav melo!
Mane ghunghaṭad kadhave.
Mane ker kanto vagyo…

Ho raj re! Nanandadine sasariye valavo!
En chhorudanne soti!
Mane ker kanto vagyo…

Ho raj re faliyamanthi padoshanane kadho!
En rentiyane soti!
Mane ker kanto vagyo…

Ho Raj Re Vavadi Na Paani Bharva Gyata - Diwaliben Bhil - Gujarati Lok Geet - Soormandir. (2018, May 10). YouTube