હો વાલીડા નેણાંના બાણ મારીયા
હો વાલીડા! નેણાંના બાણ મારીયા
હારલા ઉપર પારલો વહાલે હોંશથી ઘડાવ્યો
હોંશથી ઘડાવ્યો ને હીરલે જડાવ્યો
હો વાલીડા! નેણાંના બાણ મારીયા
કડલા ઉપર કાંબિયું વહાલે હોંશથી ઘડાવેલ
હોંશથી ઘડાવેલ સોનીડે લડાવેલ
હો વાલીડા! નેણાંના બાણ મારીયા
નથડી ઉપર ટીલડી વહાલે હોંશથી ઘડાવેલ
હોંશથી ઘડાવેલ સોનલે મઢાવેલ
હો વાલીડા! નેણાંના બાણ મારીયા
ચૂડલા ઉપર ચૂંદડી વહાલે હોંશથી વોરાવેલ
હોંશથી મંગાવેલ મોતીડે વધાવેલ
હો વાલીડા! નેણાંના બાણ મારીયા
Ho Vālīḍā Neṇānnā Bāṇ Mārīyā
Ho vālīḍā! neṇānnā bāṇ mārīyā
Hāralā upar pāralo vahāle honshathī ghaḍāvyo
honshathī ghaḍāvyo ne hīrale jaḍāvyo
ho vālīḍā! neṇānnā bāṇ mārīyā
Kaḍalā upar kānbiyun vahāle honshathī ghaḍāvel
honshathī ghaḍāvel sonīḍe laḍāvela
ho vālīḍā! neṇānnā bāṇ mārīyā
Nathaḍī upar ṭīlaḍī vahāle honshathī ghaḍāvel
honshathī ghaḍāvel sonale maḍhāvela
ho vālīḍā! neṇānnā bāṇ mārīyā
Chūḍalā upar chūndaḍī vahāle honshathī vorāvel
honshathī mangāvel motīḍe vadhāvela
Ho vālīḍā! neṇānnā bāṇ mārīyā
Source: Mavjibhai