ઢોલ ઢમક્યાં ને - Ḍhol Dhamakyān Ne - Lyrics

ઢોલ ઢમક્યાં ને

(હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)

ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં
વાજા વાગ્યાં ને વરવહુના હાથ મળ્યાં

હૈયાં હરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં
પ્રેમે નીરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં

જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યાં
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં

જેમ નદી ને સરવરના જળ મળ્યાં
એમ વર ને કન્યાના હાથ મળ્યાં

જેમ દૂધમાં જાય સાકર ભળી
એમ વર ને કન્યાની જોડ મળી

જેમ શોભે લહેરો સાગરમાં
એમ શોભે વર-કન્યા માયરામાં

જેમ ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ ઠરી
એમ વર ને કન્યાની જોડ મળી


Ḍhol Dhamakyān Ne

(hastameḷāp samaye varapakṣhe gavātun gīta)

Ḍhol ḍhamakyān ne varavahunā hāth maḷyān
Vājā vāgyān ne varavahunā hāth maḷyān

Haiyān harakhyān ne varavahunā hāth maḷyān
Preme nīrakhyān ne varavahunā hāth maḷyān

Jāṇe īshvar ne pāravatī sāth maḷyān
Ḍhol ḍhamakyān ne varavahunā hāth maḷyān

Jem nadī ne saravaranā jaḷ maḷyān
Em var ne kanyānā hāth maḷyān

Jem dūdhamān jāya sākar bhaḷī
Em var ne kanyānī joḍ maḷī

Jem shobhe lahero sāgaramān
Em shobhe vara-kanyā māyarāmān

Jem īndra-īndrāṇīnī joḍ ṭharī
Em var ne kanyānī joḍ maḷī

Source: Mavjibhai