હું આગ બુઝાવી જાણું છું - Hun Ag Buzavi Janun Chhun - Lyrics

હું આગ બુઝાવી જાણું છું

નાનીશી એક જ ફૂંક ઉપર સંસાર રચાવી જાણું છું
હું ઈશ્વરનાં સઘળાં સપનાં સાકાર બનાવી જાણું છું

માનવ છું નાનો તો યે વિરાટ સરીખું જીવન જીવું છું
હું એક જ કંકર મારી પારાવાર હલાવી જાણું છું

ગંજાવર તારાં વિશ્વો મુજ આંખલડી સામે કાંઈ નથી
મુઠ્ઠીભર દિલમાં તુજને પણ આખો ય સમાવી જાણું છું

છો દુઃખ મળે છો દર્દ મળે છો ને તોફાન જગાવે તું
હું તો વણમાગ્યું જીવન પણ દિલથી અપનાવી જાણું છું

ચિરકાળ નિરંતર વિશ્વ રચે તું એમાં મોટી વાત નથી
અનુભવ પણ લીધા વિણ હું તો સંસાર ચલાવી જાણું છું

જીવનનો ખેલ બનાવ્યો છે તો આવ દિલાવર ખેલાડી
હું આખી બાજી જીતીને પણ દાવ ગુમાવી જાણું છું

સળગાવી જ્યોત નિરંજન તેં હું શ્વાસે શ્વાસે ફૂંકું છું
તું આગ લગાવી જાણે છે હું આગ બુઝાવી જાણું છું


हुं आग बुझावी जाणुं छुं

नानीशी एक ज फूंक उपर संसार रचावी जाणुं छुं
हुं ईश्वरनां सघळां सपनां साकार बनावी जाणुं छुं

मानव छुं नानो तो ये विराट सरीखुं जीवन जीवुं छुं
हुं एक ज कंकर मारी पारावार हलावी जाणुं छुं

गंजावर तारां विश्वो मुज आंखलडी सामे कांई नथी
मुठ्ठीभर दिलमां तुजने पण आखो य समावी जाणुं छुं

छो दुःख मळे छो दर्द मळे छो ने तोफान जगावे तुं
हुं तो वणमाग्युं जीवन पण दिलथी अपनावी जाणुं छुं

चिरकाळ निरंतर विश्व रचे तुं एमां मोटी वात नथी
अनुभव पण लीधा विण हुं तो संसार चलावी जाणुं छुं

जीवननो खेल बनाव्यो छे तो आव दिलावर खेलाडी
हुं आखी बाजी जीतीने पण दाव गुमावी जाणुं छुं

सळगावी ज्योत निरंजन तें हुं श्वासे श्वासे फूंकुं छुं
तुं आग लगावी जाणे छे हुं आग बुझावी जाणुं छुं


Hun Ag Buzavi Janun Chhun

Nanishi ek j funka upar sansar rachavi janun chhun
Hun ishvaranan saghalan sapanan sakar banavi janun chhun

Manav chhun nano to ye virat sarikhun jivan jivun chhun
Hun ek j kankar mari paravar halavi janun chhun

Ganjavar taran vishvo muj ankhaladi same kani nathi
Muththibhar dilaman tujane pan akho ya samavi janun chhun

Chho duahkh male chho darda male chho ne tofan jagave tun
Hun to vanamagyun jivan pan dilathi apanavi janun chhun

Chirakal nirantar vishva rache tun eman moti vat nathi
Anubhav pan lidha vin hun to sansar chalavi janun chhun

Jivanano khel banavyo chhe to av dilavar kheladi
Hun akhi baji jitine pan dav gumavi janun chhun

Salagavi jyot niranjan ten hun shvase shvase funkun chhun
Tun ag lagavi jane chhe hun ag buzavi janun chhun


Hun āg buzāvī jāṇun chhun

Nānīshī ek j fūnka upar sansār rachāvī jāṇun chhun
Hun īshvaranān saghaḷān sapanān sākār banāvī jāṇun chhun

Mānav chhun nāno to ye virāṭ sarīkhun jīvan jīvun chhun
Hun ek j kankar mārī pārāvār halāvī jāṇun chhun

Ganjāvar tārān vishvo muj ānkhalaḍī sāme kānī nathī
Muṭhṭhībhar dilamān tujane paṇ ākho ya samāvī jāṇun chhun

Chho duahkh maḷe chho darda maḷe chho ne tofān jagāve tun
Hun to vaṇamāgyun jīvan paṇ dilathī apanāvī jāṇun chhun

Chirakāḷ nirantar vishva rache tun emān moṭī vāt nathī
Anubhav paṇ līdhā viṇ hun to sansār chalāvī jāṇun chhun

Jīvanano khel banāvyo chhe to āv dilāvar khelāḍī
Hun ākhī bājī jītīne paṇ dāv gumāvī jāṇun chhun

Saḷagāvī jyot niranjan ten hun shvāse shvāse fūnkun chhun
Tun āg lagāvī jāṇe chhe hun āg buzāvī jāṇun chhun


Source : નિનુ મઝુમદાર