હું નાનકડો બાળ - Hun Nanakado Bala - Lyrics

હું નાનકડો બાળ

(દોહરા)
માતપિતા મુજને કરે લાડકોડ પંપાળ
ખેલું કૂદું ખંતથી હું નાનકડો બાળ
રમું જમું હું રંગમાં કચરું કાળ કરાળ
કદી ડરું ના કોઈથી હું નાનકડો બાળ

અંગ દિગંબર માહરું લાજું નહિ લગાર
ગણું ન પરપોતાતણું હું નાનકડો બાળ
લાગે તેવું હું લવું નહિ કપટ જંજાળ
કુદરત કેરો સોબતી હું નાનકડો બાળ

સમજું વાઘ વરુ બધાં બકરી કેરા બાળ
કરું નાગના નેતરાં હું નાનકડો બાળ
ઝાલીને સ્વારી કરું સિંહ તણી પણ યાળ
અબુધ બાળ રાજા બડો હું નાનકડો બાળ

ખૂંદું ખોળો માતનો ઝડપું જગતી ઝાળ
ગણું દાઝવું દોયલું હું નાનકડો બાળ
આગ રેલ આફત મહીં કશી મને નહિ ફાળ
માને ચિંતા માહરી હું નાનકડો બાળ

લાગ્યું દિલ મુજ લહેરમાં મોજ માણતો ભાળ
ખુશી ખુશી હસતો સદા હું નાનકડો બાળ
રડતો પણ પાંપણ હસે પડતો પણ પાંખાળ
જોખમમાં પ્રભુ જાળવે હું નાનકડો બાળ

સુખ દુઃખ સર્વ સમાન છે નહિ ધરાળ ઊલાળ
વિશ્વ બધું વ્હાલું ગણું હું નાનકડો બાળ
સમાન હું સમજું સહુ દે આશિષ કે ગાળ
અવધૂત પેઠે આચરું હું નાનકડો બાળ

-વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી


Hun Nanakado Bala

(dohara)
Matapit mujane kare ladakod panpala
Khelun kudun khantathi hun nanakado bala
Ramun jamun hun rangaman kacharun kal karala
Kadi darun n koithi hun nanakado bala

Anga diganbar maharun lajun nahi lagara
Ganun n parapotatanun hun nanakado bala
Lage tevun hun lavun nahi kapat janjala
Kudarat kero sobati hun nanakado bala

Samajun vagh varu badhan bakari ker bala
Karun nagan netaran hun nanakado bala
Zaline swari karun sinha tani pan yala
Abudh bal raj bado hun nanakado bala

Khundun kholo matano zadapun jagati zala
Ganun dazavun doyalun hun nanakado bala
Ag rel afat mahin kashi mane nahi fala
Mane chinṭa mahari hun nanakado bala

Lagyun dil muj laheraman moj manato bhala
Khushi khushi hasato sad hun nanakado bala
Radato pan panpan hase padato pan pankhala
Jokhamaman prabhu jalave hun nanakado bala

Sukh duahkha sarva saman chhe nahi dharal ulala
Vishva badhun vhalun ganun hun nanakado bala
Saman hun samajun sahu de ashish ke gala
Avadhut pethe acharun hun nanakado bala

-vithṭhalaraya yajnyeshvar avasatthi

Source: Mavjibhi