હું રંગોળી બની બેઠી'તી - Hun Rangoli Bani Bethi'ti - Gujarati

હું રંગોળી બની બેઠી’તી

હું રંગોળી બની બેઠી’તી
એક રંગ હતો ઓછો એમાં
અધૂરી રંગોળી પૂરી થઈ
તું રંગ બનીને આવ્યો એમાં

હું મોર બનીને ભમતો’તો
કદી ડુંગરામાં કદી વગડામાં
મારા સુરના રણકારે તું તો
ટહુકાર થઈ આવી એમાં

હું રંગોળી બની બેઠી’તી
એક રંગ હતો ઓછો એમાં

તારી કાયાનો પડછાયો થઈ
હું પાછળ પાછળ આવું છું
હું ક્યાં ભૂલ્યો, હું શું ભૂલ્યો
મારા મનને સમજાવું છું

મને માફ કરી દેજો સૌએ
હું ખોવાયો મુસાફર છું
તોફાન મહીં જે પડી ગયું, પડી ગયું
એ પડી ગયેલું ઘર હું છું

સોનાનો સૂરજ ઊગ્યો ને
વાદળ તો વિખરાઈ ગયાં
અંધકાર મહીં અટવાયેલા
પંખીને મારગ મળી ગયાં

નારી તું નારાયણી છે
નારી તું પારસમણી છે
ભૂલી પડેલી નૈયાને
પાછા કિનારા દેખાઈ ગયા


हुं रंगोळी बनी बेठी’ती

हुं रंगोळी बनी बेठी’ती
एक रंग हतो ओछो एमां
अधूरी रंगोळी पूरी थई
तुं रंग बनीने आव्यो एमां

हुं मोर बनीने भमतो’तो
कदी डुंगरामां कदी वगडामां
मारा सुरना रणकारे तुं तो
टहुकार थई आवी एमां

हुं रंगोळी बनी बेठी’ती
एक रंग हतो ओछो एमां

तारी कायानो पडछायो थई
हुं पाछळ पाछळ आवुं छुं
हुं क्यां भूल्यो, हुं शुं भूल्यो
मारा मनने समजावुं छुं

मने माफ करी देजो सौए
हुं खोवायो मुसाफर छुं
तोफान महीं जे पडी गयुं, पडी गयुं
ए पडी गयेलुं घर हुं छुं

सोनानो सूरज ऊग्यो ने
वादळ तो विखराई गयां
अंधकार महीं अटवायेला
पंखीने मारग मळी गयां

नारी तुं नारायणी छे
नारी तुं पारसमणी छे
भूली पडेली नैयाने
पाछा किनारा देखाई गया


Hun Rangoli Bani Bethi’ti

Hun rangoli bani bethi’ti
Ek ranga hato ochho eman
Adhuri rangoli puri thai
Tun ranga banine avyo eman

Hun mor banine bhamato’to
Kadi dungaraman kadi vagadaman
Mara surana ranakare tun to
Tahukar thai avi eman

Hun rangoli bani bethi’ti
Ek ranga hato ochho eman

Tari kayano padachhayo thai
Hun pachhal pachhal avun chhun
Hun kyan bhulyo, hun shun bhulyo
Mara manane samajavun chhun

Mane maf kari dejo saue
Hun khovayo musafar chhun
Tofan mahin je padi gayun, padi gayun
E padi gayelun ghar hun chhun

Sonano suraj ugyo ne
Vadal to vikharai gayan
Andhakar mahin atavayela
Pankhine marag mali gayan

Nari tun narayani chhe
Nari tun parasamani chhe
Bhuli padeli naiyane
Pachha kinara dekhai gaya


Hun rangoḷī banī beṭhī’tī

Hun rangoḷī banī beṭhī’tī
Ek ranga hato ochho emān
Adhūrī rangoḷī pūrī thaī
Tun ranga banīne āvyo emān

Hun mor banīne bhamato’to
Kadī ḍungarāmān kadī vagaḍāmān
Mārā suranā raṇakāre tun to
Ṭahukār thaī āvī emān

Hun rangoḷī banī beṭhī’tī
Ek ranga hato ochho emān

Tārī kāyāno paḍachhāyo thaī
Hun pāchhaḷ pāchhaḷ āvun chhun
Hun kyān bhūlyo, hun shun bhūlyo
Mārā manane samajāvun chhun

Mane māf karī dejo saue
Hun khovāyo musāfar chhun
Tofān mahīn je paḍī gayun, paḍī gayun
E paḍī gayelun ghar hun chhun

Sonāno sūraj ūgyo ne
Vādaḷ to vikharāī gayān
Andhakār mahīn aṭavāyelā
Pankhīne mārag maḷī gayān

Nārī tun nārāyaṇī chhe
Nārī tun pārasamaṇī chhe
Bhūlī paḍelī naiyāne
Pāchhā kinārā dekhāī gayā


Source : સ્વરઃ આશા ભોસલે અને કિશોરકુમાર
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ નારી તું નારાયણી (૧૯૭૮)