હું શું જાણું કે
હું શું જાણું કે વહાલે મુજમાં શું દીઠું
વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું
હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે
વગર બોલાવ્યે વહાલો બેલડું ચડાવે
વઢું ને તરછોડું તોય રીસ જરી ન લાવે
કોઈ કોઈ મિષે મારે ઘેર આવી બોલાવે
દૂર થકી દેખી વહાલો મુને દોડ્યો આવે
પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે
મુને એકલડી દેખી મારે પાલવ લાગે
રંક થઈ કાંઈ કાંઈ મારી પાસે માગે
મુને જ્યાં જતી જૂએ ત્યાં આગે આવી ઢૂંકે
બેની દયાનો પ્રીતમ કેડો મારો નવ મૂકે
हुं शुं जाणुं के
हुं शुं जाणुं के वहाले मुजमां शुं दीठुं
वारे वारे सामुं भाळे मुख लागे मीठुं
हुं जाउं जळ भरवा त्यां पुंठे पुंठे आवे
वगर बोलाव्ये वहालो बेलडुं चडावे
वढुं ने तरछोडुं तोय रीस जरी न लावे
कोई कोई मिषे मारे घेर आवी बोलावे
दूर थकी देखी वहालो मुने दोड्यो आवे
पोतानी माळा काढी पहेरावे मारी कोटे
मुने एकलडी देखी मारे पालव लागे
रंक थई कांई कांई मारी पासे मागे
मुने ज्यां जती जूए त्यां आगे आवी ढूंके
बेनी दयानो प्रीतम केडो मारो नव मूके
Hun Shun Janun Ke
Hun shun janun ke vahale mujaman shun dithun
Vare vare samun bhale mukh lage mithun
Hun jaun jal bharava tyan punthe punthe ave
Vagar bolavye vahalo beladun chadave
Vadhun ne tarachhodun toya ris jari n lave
Koi koi mishe mare gher avi bolave
Dur thaki dekhi vahalo mune dodyo ave
Potani mala kadhi paherave mari kote
Mune ekaladi dekhi mare palav lage
Ranka thai kani kani mari pase mage
Mune jyan jati jue tyan age avi dhunke
Beni dayano pritam kedo maro nav muke
Hun shun jāṇun ke
Hun shun jāṇun ke vahāle mujamān shun dīṭhun
Vāre vāre sāmun bhāḷe mukh lāge mīṭhun
Hun jāun jaḷ bharavā tyān punṭhe punṭhe āve
Vagar bolāvye vahālo belaḍun chaḍāve
Vaḍhun ne tarachhoḍun toya rīs jarī n lāve
Koī koī miṣhe māre gher āvī bolāve
Dūr thakī dekhī vahālo mune doḍyo āve
Potānī māḷā kāḍhī paherāve mārī koṭe
Mune ekalaḍī dekhī māre pālav lāge
Ranka thaī kānī kānī mārī pāse māge
Mune jyān jatī jūe tyān āge āvī ḍhūnke
Benī dayāno prītam keḍo māro nav mūke
Source : દયારામ