હું તો પૂછું કે - Hun to Puchhun Ke - Lyrics

હું તો પૂછું કે

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી
આ ટીલડી કોણે જડી?
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
ચકમકતી કીકીઓ કોણે મઢી?

હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં’ચે
ત્યાં કૂંપળો કોણે કરી?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
મીઠી ધાર કોણે ભરી?

હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
ઝૂંપડી કોણે મઢી?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
ભમરડી કોણે કરી?

હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
આંખ મારી કોણે કરી?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
આભલાની ચૂંદડી કોણે કરી?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્


Hun to Puchhun Ke

Hun to puchhun ke moralani pinchhiman rangarangavali
A tiladi kone jadi? Vali puchhun ke mindadini manjari-shi ankhaman
Chakamakati kikio kone madhi?

Hun to puchhun ke anbalani toche jyan hath n pon’che
Tyan kunpalo kone kari? Vali puchhun ke gavadin pete a dudh keri dholi
Mithi dhar kone bhari?

Hun to puchhun ke chandani thaliman bakari ne dosini
Zunpadi kone madhi?
Vali puchhun ke abhani hatheliman surajani bhamati
Bhamaradi kone kari?

Hun to puchhun ke popache madheli a dash dish dekhanti
Ankha mari kone kari? Vali puchhun ke navalakh tare madheli a
Abhalani chundadi kone kari?

-tribhuvanadas purushottamadas luhar ‘sundaram

Source: Mavjibhai