ઈંધણાં વીણવાં ગૈ'તી - Indhanan Vinavan Gai'ti - Lyrics

ઈંધણાં વીણવાં ગૈ’તી

ઈંધણાં વીણવાં ગૈ’તી મોરી સૈયર,
ઈંધણાં વીણવાં ગઈ’તી રે લોલ,
વેળા બપ્પોરની થૈ’તી મોરી સૈયર,
વેળા બપ્પોરની થઈ’તી રે લોલ.

ચૈતરનું આભ સાવ સૂનું સૂનું ને તોય
કંઈથી કોકિલકંઠ બોલે રે લોલ,
વનની વનરાઈ બધી નવલી તે કૂંપળે,
દખ્ખણને વાયરે ડોલે રે લોલ.

જેની તે વાટ જોઈ રૈ’તી મોરી સૈયર,
જેની તે વાટ જોઈ રહી’તી રે લોલ,
તેની સંગાથ વેળ વ્હૈતી મોરી સૈયર,
તેની સંગાથ વેળ વહી’તી રે લોલ.

સૂકી મેં વીણી કાંઈ ડાળી ને ડાળખી,
સૂકાં અડૈયાંને વીણ્યાં રે લોલ,
લીલી તે પાંદડીમાં મ્હેકંત ફૂલ બે’ક
મોર અંબોડલે ખીલ્યા રે લોલ.

વાતરક વ્હેણમાં નૈ’તી મોરી સૈયર,
વાતરક વ્હેણમાં નહી’તી રે લોલ,
ઈંધણાં વીણવાં ગૈ’તી મોરી સૈયર,
ઈંધણાં વીણવાં ગઈ’તી રે લોલ.
(તા.૪-૧૦-૧૯૪૯)

-રાજેન્દ્ર શાહ


Indhanan Vinavan Gai’ti

Indhanan vinavan gai’ti mori saiyara,
indhanan vinavan gai’ti re lola,
Vel bapporani thai’ti mori saiyara,
vel bapporani thai’ti re lola.

Chaitaranun abh sav sunun sunun ne toya
kanithi kokilakantha bole re lola,
Vanani vanarai badhi navali te kunpale,
dakhkhanane vayare dole re lola.

Jeni te vat joi rai’ti mori saiyara,
jeni te vat joi rahi’ti re lola,
Teni sangath vel vhaiti mori saiyara,
teni sangath vel vahi’ti re lola.

Suki men vini kani dali ne dalakhi,
sukan adaiyanne vinyan re lola,
Lili te pandadiman mhekanṭa ful be’k
mor anbodale khilya re lola.

Vatarak vhenaman nai’ti mori saiyara,
vatarak vhenaman nahi’ti re lola,
Indhanan vinavan gai’ti mori saiyara,
indhanan vinavan gai’ti re lola.
(ta.4-10-1949)

-Rajendra Shaha

સ્વરઃ કૌમુદી મુનશી
Source: Mavjibhai