જાગીને જોઉં તો... - Jagine Joun To... - Lyrics

જાગીને જોઉં તો…

જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રુપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

પંચ મહાભૂત પરબ્રહ્મથી ઉપન્યાં
અણુ અણુમાં રહ્યાં તેને વળગી
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવા
થડ થકી ડાળ નવ હોય અળગી

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે
કનકકુંડળ વિશે ભેદ ન્હોયે
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે

જીવ ને શિવ તો આપ-ઈચ્છાએ થયા
રચી પરપંચ ચૌદ લોક કીધા
ભણે નરસૈંયો એ ‘તે જ તું તે જ તું’
એને સમર્યાથી કંઈ સંત સીધ્યા

-નરસિંહ મહેતા


Jagine Joun To…

Jagine joun to jagat dise nahi
unghaman aṭapat bhog bhase
Chitta-chaitanya-vilas tadrup chhe
brahma laṭakan kare brahma pase

Pancha mahabhut parabrahmathi upanyan
anu anuman rahyan tene valagi
Ful ne fal te to vrukshanan janava
thad thaki dal nav hoya alagi

Ved to em vade shruti-smruti sakh de
kanakakundal vishe bhed nhoye
Ghat ghadiya pachhi nama-rup jujavan
ante to hemanun hem hoye

Jiv ne shiv to apa-ichchhae thaya
rachi parapancha chaud lok kidha
Bhane narasainyo e ‘te j tun te j tun’
ene samaryathi kani sanṭa sidhya

-Narasinha Maheta