જળકમળ છાંડી જાને બાળા - Jalkamal Chhandi Jane Bala - Lyrics

જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે
મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો
કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો
અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો
નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં
નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો, રૂપે પૂરો
દિસંતો કોડીલો કોડામણો
તારી માતાએ કેટલા જનમ્યાં
તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં
તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને
મારું નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું
આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું
કરીને તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો
શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે
કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી
નાગણે નાગ જગાડિયો
ઉઠોને બળવંત કોઈ
બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગિયા
શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ
ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે
નાગને બહુ દુઃખ આપશે
મથુરા નગરીમાં લઈ જશે
પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી!
મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં
ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે
શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી
નાગણે નાગ છોડાવિયો

- નરસિંહ મહેતા


Jaḷakamaḷ chhānḍī jāne bāḷā
Svāmī amāro jāgashe
Jāgashe, tane mārashe
Mane bāḷ hatyā lāgashe

Kahe re bāḷak tun mārag bhūlyo
Ke tārā verīe vaḷāviyo
Nishche tāro kāḷ j khūṭyo
Ahīnyā te shīd āviyo

Nathī nāgaṇ hun mārag bhūlyo
Nathī mārā verīe vaḷāviyo
Mathurā nagarīmān jugaṭu ramatān
Nāganun shīsh hun hāriyo

Range rūḍo, rūpe pūro
Disanto koḍīlo koḍāmaṇo
Tārī mātāe keṭalā janamyān
Temān tun aḷakhāmaṇo

Mārī mātāe beu janamyān
Temān hun naṭavar nānaḍo
Jagāḍ tārā nāgane
Mārun nām kṛuṣhṇa kahānaḍo

Lākh savāno māro hār āpun
Āpun re tujane dorīo
Eṭalun mārā nāgathī chhānun āpun
Karīne tujane chorīo

Shun karun nāgaṇ hār tāro
Shun karun tāro dorīo
Shāne kāje nāgaṇ tāre
Karavī gharamān chorīo

Charaṇ chānpī mūchh maraḍī
Nāgaṇe nāg jagāḍiyo
Uṭhone baḷavanta koī
Bāraṇe bāḷak āviyo

Beu baḷiyā bāthe vaḷagiyā
Shrīkṛuṣhṇe kāḷīnāg nāthiyo
Sahastra feṇān funfave jema
Gagan gāje hāthiyo

Nāgaṇ sau vilāp kare ke
Nāgane bahu duahkha āpashe
Mathurā nagarīmān laī jashe
Pachhī nāganun shīsh kāpashe

Beu kar joḍī vīnave, swāmī! Mūko amārā kanthane
Ame aparādhī kānī n samajyān
N oḷakhyān bhagavantane

Thāḷ bharīne shag motīḍe
Shrīkṛuṣhṇane re vadhāviyo
Narasainyānā nāth pāsethī
Nāgaṇe nāg chhoḍāviyo

- narasinha mahetā

1 Like