જેણે મને જગાડ્યો - Jene Mane Jagadayo - Lyrics

જેણે મને જગાડ્યો - Jene Mane Jagadayo - Lyrics

જેણે મને જગાડ્યો

જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.
પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાંતો સુર કિરણનું રમતું રહે તોફાન.
તમે મારા શ્વાસ શ્વાસમાં થઇ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.
ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા.
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો
– સુરેશ દલાલ

Jene Mane Jagadayo

Jeṇe mane jagāḍyo ene kem kahun ke jāgo?
Māro tārī sāth prabhu he janam janam no lāgo.
Pankhīnā ṭahukāthī mārā jāgī uṭhyā kāna,
Ānkhomānto sur kiraṇanun ramatun rahe tofāna.
Tame mārā shvās shvāsamān thai vānsaḷī vāgo,
Māro tārī sāth prabhu he janam janam no lāgo.
Gaī rāt to vītī gaī ne savāranī ā suṣhmā,
Vahetī rahe chhe havā emān bhaḷī tamārī uṣhmā.
Mārā priyatam prabhu mane nahīn aḷago āgho,
Māro tārī sāth prabhu he janam janam no lāgo
– Suresh Dalāl